આ બેંકોએ આજથી શરૂ કર્યો ‘લોન મેળો’ ,લોન લેવા ઇચ્છુકો માટે શાનદાર અવસર

સરકારી બેંકોએ 21 ઓક્ટોબરથી લોન મેળાનું આયોજન કર્યું છે, જે 25 ઓક્ટોબર સુધી ચાલશે.આ સંદર્ભમાં એસબીઆઇએ ટ્વિટ પણ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઇ સહિત 18 સરકારી બેંક આજથી #CustomerOutreachInitiative શરૂ કરી રહ્યા છે.

  • બેંકોએ 21 ઓક્ટોબરથી  લોન મેળાનું આયોજન કર્યું છે
  • તમારી પાસે સરળતાથી લોન મેળવવાના પાંચ દિવસ છે
  • આ સંદર્ભમાં એસબીઆઇએ ટ્વિટ પણ કર્યું છે

અર્થવ્યવસ્થાને લઇને વધતી ચિંતાની વચ્ચે આજે એટલરે કે 21 ઑક્ટોબરથી દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટે બેંક સહિત 18 સરકારી બેંક ગ્રાહકો માટે મોટી ખુશખબરી લઇને આવી છે. બેંકોએ 21 ઓક્ટોબરથી  લોન મેળાનું આયોજન કર્યું છે, જે 25 ઓક્ટોબર સુધી ચાલશે. એટલે કે તમારી પાસે સરળતાથી લોન મેળવવાના પાંચ દિવસ છે. બેંકોએ પોતાની તરફથી તમામ વ્યવસ્થા કરી છે. 

SBIએ ટ્વિટ કરીને આપી જાણકારી
આ સંદર્ભમાં એસબીઆઇએ ટ્વિટ પણ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઇ સહિત 18 સરકારી બેંક આજથી #CustomerOutreachInitiative શરૂ કરી રહ્યા છે. એ હેઠળ ઘણી જગ્યાઓ પર કેમ્પ કરવામાં આવશે, જ્યાં ગ્રાહકોને દરેક પ્રકારની લોન અને અન્ય બેંકિંગ સુવિધાઓ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.