દેશભરના લોકોની નજર આજે મળનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસીની બેઠક પર હતી. જોકે, લોકોની આશા અપેક્ષાઓ સાવ ઠગારી નીવડી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલેકે, આરબીઆઈ દ્વારા કોઈ જ રાહત આપવામાં આવી નથી. રેપો રેટમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરાયો નથી. તેથી સસ્તી લોનની રાહ જોઈને બેસેલાં લોકોની આશા સાવ ઠગારી નીવડી છે. જેના કારણે લોન પર મકાન લેવાનું વિચારી રહેલાં કરોડો લોકોને મોટો ઝટકો પહોંચ્યો છે. જાણો અત્યારે કેટલો છે રેપો રેટ….તમે લોન લેશો તો કેટલું ચુકવવું પડશે વ્યાજ
ઉલ્લેખનીય છેકે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ RBI MPCની બેઠક છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. નિષ્ણાતો માને છે કે આ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટને સ્થિર રાખી શકે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રીય બેંક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અને ફુગાવાને નિયંત્રિત કરશે. નોંધનીય છે કે શક્તિકાંત દાસે પહેલેથી જ સંકેત આપ્યા હતા કે આગામી વર્ષમાં વિકાસ દર 7 ટકાની આસપાસ રહી શકે છે, જ્યારે ફુગાવાનો દર સરેરાશ 4.5 ટકાની આસપાસ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી છે. રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય લોકોને હજુ પણ સસ્તી લોન માટે રાહ જોવી પડશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.