લવજેહાદ:અમદાવાદમાં હચમચાવી નાખે તેવો લવ જેહાદનો કિસ્સો પ્રકાશ માં આવ્યો …યુવકે હાથે બ્લેડ મારી અંગત ફોટો-વીડિયો મંગાવ્યા..

અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં વિધર્મી યુવકે યુવતીને બ્લેકમેઈલ કરી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પાલનપુરના યુવકે સગીરા સાથે કર્યા લગ્ન

ધર્મપરિવર્તન કરાવી અને સગીરા સાથે લગ્ન કર્યા

અમદાવાદ શહેરમાં ફરીવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવાનો મામલો સામે આવતા જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર સુધારાની વિધેયક 2021 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામથી સગીરના સંપર્કમાં આવ્યો હતો આ યુવક

મહત્વનું છે કે આરોપી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી યુવક સગીરાને રાજસ્થાનમાં અન્ય એક મિત્રના ઘરે લઈ ગયો હતો જ્યાં સગીરાનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું. પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ આરોપી યુવકે સગીરા સાથે લગ્ન પહેલા સગીરાના નગ્ન ફોટો અને વીડિયો મેળવી લીધા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આરોપી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરી તેનો વીડિયો બનાવી ધમકી આપતો હતો.

રાજસ્થાનની કોર્ટમાં લગ્ન કર્યા ત્યારબાદ ધર્મ પરિવર્તન કરાવ્યું

યુવતી અચાનક તેના ઘરેથી ગુમ થતા પોલીસે જાણવા જોગ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી થરાદના દુઘવા ગામેથી મળી આવી હતી. સાથે જ આરોપી પણ ત્યાંથી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. જે અંગે પોલીસે યુવતીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવ્યો હતો. યુવકે યુવતીના અલગ અલગ ડોક્યુમેન્ટ પર ડરાવી ધમકાવી સહીઓ કરાવી હોવાનું પણ મનાઈ રહ્યું છે.

લગ્ન માટે ઓરિજનલ ડોક્યુમેન્ટ યુવકે મંગાવી લીધા હતા

અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, પાલનપુરના યુવકે સગીરા સાથે લગ્ન કરી ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું સામે આવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. મહત્વનું છે કે યુવક ઈન્સ્ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો તેણે હાથ પર બ્લેડ મારી સગીરાના અંગત ફોટો અને વીડિયો મંગાવ્યા હતા. યુવકે 3 મહિલા પહેલા જ થયેલા લગ્નની વાત છુપાવી હતી સંપર્કમાં આવ્યા બાદ સગીરાને બ્લેકમેઈલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું, લગ્ન માટે ઓરિજનલ દસ્તાવેજ યુવકે મંગાવી લીધા હતા જે બાદ યુવકે રાજસ્થાનની કોર્ટમાં લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. હાલ તો સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ધર્માંતરણ મામલે ફરિયાદ નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.