રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહયા હોવાને લઈને હિન્દૂ સંઘગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. લવ જેહાદને લઈને કાયદો બનાવવા બાબતે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વધુ એક લવ જેહાદનો કિસ્સો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સામે આવ્યો છે. ગરબાડા તાલુકામાં આવેલા ગાંગરડી ગામમાં રહેતી એક હિન્દૂ યુવતીને લઘુમતી કોમનો યુવક લઈને નાસી ગયો હતો.અને આ ઘટનાને લઈને હિન્દૂ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. હિન્દૂ સંગઠનોની માગણી છે કે હિન્દૂ યુવવતીને લઈને નાસી જનાર ઇસમની ધરપકડ કરવામાં આવે.
મળતા રિપોર્ટ અનુસાર પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરનો સૂફીયાન પટેલ નામનો વિધર્મી ગાંગરડી ગામમાં તેના સંબંધીને ત્યાં છેલ્લા 5 વર્ષથી રહેતો હતો. સૂફીયાન પટેલ નામનો વિધર્મી ગરબાડા તાલુકામાં આવેલા ગાંગરડી ગામમાં જ પરિવારની સાથે રહેતી હિન્દૂ યુવતીને લઈને ભાગી ગયો હતો. આ વાતની જાણ આસપાસના ગામના લોકોનો અને ગામના લોકોને થતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને વિદ્યર્મીને પકડવાની માગણી સાથે ગાંગરડી ગામના લોકો અને હિન્દૂ સંગઠનના યુવકો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને લઈને ગાંગરડી ગામમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને ગાંગરડી ગામમાં કાયદો અને વ્યવસ્થા બાબતે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગાંગરડી ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ લોકોમાં રોષ જોઈને પોલીસ દ્વારા હિન્દૂ યુવતીને ભગાડી જનાર વિધર્મીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ રોષ વ્યકત કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની યુવા વાહીની દ્વારા ગરબાડા, ગાંગરડી અને જેસવાડા ગામમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એવી પણ માહિતી મળી રહી છે કે સૂફીયાન નામનો વિદ્યર્મી ગાંગરડી ગામમાં તેના સંબંધીના ઘરે રહેતો હતો. તે મુસ્લિમ પરિવાર ગાંગરડી ગામમાં મટન શોપ ધરાવે છે. સૂફીયાન ત્રણ વર્ષ ગાંગરડી ગામમાં રહ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ગામ ગોધરામાં ચાલ્યો ગયો હતો. પણ છેલ્લા ત્રણ મહિનાથી ગાંગરડી ગામમાં જ રહેતો હતો. એવી પણ માહિતી મળી રહી છે કે, વિધર્મી જે યુવતીને ભગાડી ગયો છે તે યુવતી નબજીવન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી.અને યુવતી બુધવારના રોજ તેનું અંતિમ પેપર આપવા માટે કોલેજમાં ગઈ હતી. તે સમયે જ વિધર્મી યુવક યુવતીને ફોસલાવીને પોતાની સાથે ભગાડી લઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.