કહેવાય છે કે સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. જેની પરથી ઘણી વાતો જાણવા પણ મળે છે અને તેના કારણે કેટલીક ફસાઇ પણ જવાય છે. જ્યારે અમદાવાદમાં એક લવર મૂંછિયાએ 16 વર્ષની સગીરાને દાટી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.અને આ ઘટનાને પગલે હવે પોલીસ દોડતી થઇ છે.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં ચેટિંગ બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં 16 વર્ષની સગીરા પર પ્રેમીએ ધમકી આપી આપી બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટનામાં આરોપીએ સોશિયલ મીડિયામાં ચેટિંગ બાદ મળવા બોલાવી હતી અને મિત્રના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ધમકી આપી દાગીના અને નાણાં પડાવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે વધુમાં પ્રેમીએ CCTV, રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને પૈસા તેમજ દાગીના પડાવ્યા હતા. અને આ મામલે સગીરાના માતાએ ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.