LRDની પરીક્ષા અંગે સરકાર સાથે બિનઅનામત વર્ગની બેઠક માટે પ્રદિપસિંહ જાડેજા પોહંચ્યા છે. ત્યારે આ બેઠકમાં દિનેશ બાંભણિયા, રાજ શેખાવત અને મહિલા અગ્રણીઓ પણ હાજર રહ્યા છે. આ બેઠકમાં તમામ વિસંગતા પર ચર્ચા કરવામાં આવશે. DyCM નીતિન પટેલ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યારે હવે આ બેઠક બાદ સરકારે શું નક્કી કર્યું છે. તે અંગે ટૂંક સમયમાં માહિતી મળશે.
જો કે, આ દરમિયાન એવી માહિતી મળી હતી કે બેઠક માટે બોલાવ્યા બાદ પણ મંત્રીઓ હાજર ન રહેતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બાંભણિયાએ કહ્યું કે સરકારનાં મત્રીઓ આવશે પછી પરત આવીશું. આંદોલનકારીઓ ફરીથી સત્યાગ્રહ છાવણી તરફ પરત ફર્યા હતા. કારણ તે તેમને બેસવા માટે જગ્યા અપાઈ નહોતી. ઉલ્લેખનીય છે કે LRDમાં અનામતનું ભૂત ભાજપ માટે માથાનો દુખાવો બન્યું છે. કારણ કે હવે ભાજપના જ નેતાઓ સરકાર સામે મેદાને ઉતર્યા છે. ભાજપના જ નેતાઓ સમાજના નેતાઓ બનીને આમને-સામને આવ્યા છે. મળતી માહિતી મુજબ ભાજપનું એક જૂથ 2018ના GRના સમર્થનમાં છે. ત્યારે બીજું જૂથ 2018ના GRનો વિરોધ કરી રહ્યું છે.
આ પરિસ્થિતિઓ વચ્ચે હવે ભાજપ સરકાર સામે કોને મનાવવા અને કોને નારાજ કરવા? મોટો સવાલ બનીને ઉભો છે. સમાજના નેતા બનીને મેદાને આવેલા નેતાઓને સરકાર કેવી રીતે મનાવશે? તે જોવા જેવું રહેશે. ત્યારે અનામતની આ આગ કેવી રીતે સરકાર ઠારશે. ત્યારે હવે થોડીવારમાં DyCM નીતિન પટેલ સાથે આગેવાનો મુલાકાત કરશે. બિન અનામત વર્ગના નેતાઓ નીતિન પટેલને મળશે. એવી માહિતી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.