IPLની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું અને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 121 રન જ બનાવી શકી હતી
IPLની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું અને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 121 રન જ બનાવી શકી હતી. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. લખનૌ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા.
હૈદરાબાદના 122 રનનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ફટકો 35 રને કાયલ મેયર્સના રૂપમાં લાગ્યો હતો અને મેયર્સ 14 બોલમાં 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દીપક હુડ્ડા થોડા સમય બાદ 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રાહુલ અને કૃણાલે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. કૃણાલ 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી આદિલ રશીદે એક જ ઓવરમાં બે વિકેટ લઈને લખનૌની પાંચ વિકેટ ઝડપી હતી. કેપ્ટન કેએલ રાહુલે 31 બોલમાં 35 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ (9) અને નિકોલસ પૂરન (11)એ ટીમને જીત અપાવી હતી.
પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. મધ્ય ઓવરોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે વિકેટ ગુમાવવાની સાથે ઓછા રન બનાવ્યા હતા. ટીમ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કૃણાલે ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે સારી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં ટીમે માત્ર એક વિકેટ ગુમાવી હતી. પરંતુ પાવરપ્લે સમાપ્ત થયા બાદ ટીમે ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ 7 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અનમોલપ્રીત સિંહે 26 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. આ પછી, IPL 2023માં પોતાની પ્રથમ મેચ રમી રહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામ પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા અને કૃણાલ પંડ્યાએ તેની ત્રીજી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી અને આ પછી સુંદર અને ત્રિપાઠી વચ્ચે 51 બોલમાં પાંચમી વિકેટ માટે 39 રનની ભાગીદારી પણ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.