એક તરફ અત્યાર સુધી લોકો કોરોના વાયરસથી પરેશાન હતા. ત્યારે હવે શહેરના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળ્યો છે. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રખડતાં ઢોરમાં લમ્પી નામનો વાયરસ દેખાયો હોવાનું સામે આવી રહ્યું છે.અને શહેરના રામેશ્વરનગર , નવાગામ – ઘેડ, ગાંધીનગર વિસ્તારમાં રખડતા ઢોરમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર જામનગરમાં પશુઓ લમ્પી નામના વાયરસથી ગ્રસિત છે. આ અંગે ગઇકાલે સંદેશ ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ પશુપાલન વિભાગે બીમાર પશુઓનો સર્વે હાથ ધર્યો હતો. આ વાયરસ સાજા પશુઓને ન થાય તે માટે તેઓની વેક્સિનેશન કરવાની કાર્યવાહી ચાલુ કરાઇ હતી.અને જેના કારણે સાજા પશુઓમાં આ વાયરસ અસર ન કરે. હાલ તો જે બીમાર ગાયો છે તેની પણ સારવાર ચાલુ કરાઇ છે.
આ વાયરસની ઝપટેમાં હાલ અનેક પશુઓ આવ્યા હોવાનો અંદાજ છે. વધુ પડતો આ રોગ માત્ર ગાયમાં જ જોવા મળી રહ્યો છે. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુપાલન વિભાગના ડો.અનીલ વિરાણીએ જણાવ્યું કે, આ અંગેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે.અને તેથી જ્યારે પણ રસીકરણ શરૂ થાય ત્યારે દરેક પશુપાલકો દ્વારા આ રસી પોતાના પશુઓને અપાવે તેવી પણ અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.