જમતી વખતે જોડે સોડા, સોફ્ટ ડ્રિંક્સ કે પાણી પીવાય? જાણો શું કહે છે નિષ્ણાતો

શું તમે પણ જમ્યા પછી લોટા ભરી ભરીને પાણી પીવો છો? તીખું લાગે તો ઉંઘું ઘાલીને પાણીના ગ્લાસ પર ગ્લાસ પીઓ છો તો આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

શું તમે પણ જમવાના સમયે વચ્ચે પાણી પીવો છો? તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી આ આદત સારી છેકે ખરાબ. અમે તમને જણાવીશું કે જમવાના સમયે વચ્ચે પાણી પીવું કેટલું યોગ્ય છે. એ પણ જણાવીશું કે ખરેખર કયા ટાઈમે પીવું જોઈએ કેટલું પાણી…ઘણાં લોકોને તો જમવાની સાથે સાથે સોડા અને સોફ્ટ ડ્રિંક્સ લેવાની પણ આદત હોય છે, જો તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો… પાણીયુક્ત શાકભાજી અને કાકડી અને તરબૂચ જેવા ફળો પાચન સુધારવા અને કબજિયાત દૂર કરવા માટે જાણીતા છે. પરંતુ જો તમે તેનું સેવન કર્યા પછી અથવા તરત જ પાણી પીઓ છો, તો તે તમારા પેટમાં ખલેલ પહોંચાડી શકે છે. 

ફળો અને શાકભાજી સાથે પાણી પીવાથી શું થાય છે?

જો તમે આ ફળો અને શાકભાજીઓ સાથે પાણીનું સેવન કરો છો, તો સ્ટૂલ વધુ પડતા નરમ થઈ જાય છે, જેના કારણે તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે. જે  નબળાઇ પેદા કરી શકે છે. પાચન રસ જે ખોરાક ખાધા પછી બહાર આવે છે, જે પાચન માટે મદદરૂપ છે, તે પણ બહાર આવે છે, આ તમારી પાચન નબળી પાડે છે.

 મંદ પડી જાય છે પાચન ક્રિયાઃ

પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે, સામાન્ય રીતે આપણને તરબૂચ, કાકડી, નારંગી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ જેવા ફળો સાથે પાણી પીવાની મનાઈ છે. આ કારણ છે કે આ ફળોમાં પહેલેથી જ વધારે પાણી છે. જ્યારે આપણે પાણીવાળા ફળો સાથે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરનું પીએચ સ્તર ખલેલ પહોંચે છે. વિજ્ઞાનના પુસ્તકોમાં શીખવવામાં આવ્યું હતું કે ખોરાકને પચાવવા માટે શરીરમાં ચોક્કસ પીએચ લેવલ હોવું જરૂરી છે. જ્યારે તમે પાણીવાળા ફળો સાથે પાણી પીવો છો, ત્યારે ત્યાં પાણીની વધારે માત્રા હોય છે, જેના કારણે પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જેથી ખોરાકનું સંપૂર્ણ પાચન પેટમાં થતું નથી. કેટલાક કિસ્સાઓમાં, નબળા પાચનને કારણે પોષક તત્વો મેળવવાને બદલે, તે ઝેરી પદાર્થોમાં ફેરવાય છે અને આપણા શરીર માટે ફાયદાકારક થવાને બદલે, તેઓ તેને નુકસાન પહોંચાડે છે.

વધી શકે છે વજન!

પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન પણ ઝડપથી વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો વજન વધવાનો ખતરો વધી જાય છે. ભોજન કરતી વખતે વધુ પાણી પીવાથી તમારું પેટ વધારે ભરાય છે, જેના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ચિંતાનું કારણ બની જાય છે.

જમતી વખતે જોડે સોફ્ટ ડ્રિંક લેવાય ખરાં?

મોટાભાગના લોકો એવા હોય છે જેમને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે. પાણી પીધા વગર તેમને જમવું નથી ગમતું. આટલું જ નહીં કેટલાય લોકોને તો એવું હોય છે જે પિઝા-બર્ગરની સાથે કૉલ્ડડ્રિન્ક પીવે છે, પરંતુ જમતી વખતે અને જમ્યા બાદ તુરંત પાણી પીવું જોખમકારી હોય છે. કેટલાય લોકો વિચારે છે કે વચ્ચે વચ્ચે પાણી પીવાથી અથવા સૉફ્ટડ્રિન્ક પીવાથી ભોજન સારી રીતે પચી જાય છે પરંતુ આ વિચારવું અયોગ્ય છે. પાણી પીવાની આ આદતને બદલવી પડશે. જમતા વચ્ચે અને તુરંત બાદ પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જમતી વખતે વચ્ચે પાણી અને સૉફ્ટ ડ્રિન્ક પીવાથી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રભાવિત થાય છે. 

જમતી વખતે વચ્ચે પાણી પીવાથી શું થાય છે?

જમતી વખતે વચ્ચે પાણી પીવાથી બૉડીમાં ઇન્સ્યુલિનનું લેવલ વધી જાય છે. તેનાથી પાચન ક્રિયા પર અસર પડે છે કારણ કે પાચન તંત્ર નબળું પડવા લાગે છે. જેવું જમતી વખતે તમે વચ્ચે પાણી પીઓ છો તો જમવાનું પચતા વાર લાગશે. એવામાં પેટમાં વધારે સમય સુધી જમવાનું રહેશે. પેટમાં વધારે સમય સુધી જમવાનું પડી રહેવાથી એસિડિટીની સમસ્યા થવા લાગે છે. આ ઉપરાંત આમ કરવાથી ફેટ પણ જમા થવા લાગે છે. તેનાથી જ વજન વધવા લાગે છે. તેનું એક જોખમ એ પણ છે તેનાથી બ્લડ ગ્લૂકોઝ પણ વધવા લાગે છે.

ખરેખર ક્યારે પીવું જોઈએ પાણી?

મેડિકલ સાયન્સ અને ડાયેટના નિષ્ણાતો કહે છેકે, જમ્યા પછી ક્યારેય તુંરત પાણી ન પવું જોઈએ. જમ્યા પછી ઓછામાં ઓછું અડધો કલાકનું અંતર રાખ્યા બાદ જ પાણી પીવું જોઈએ. ભોજન દરમિયાન લાળ બને છે જે ભોજન પચાવવામાં મદદ કરે છે. પરંતુ ભોજનની વચ્ચે પાણી પીવાથી આ લાળ પતલી થઇ જાય છે જે પાચનક્રિયાને અઘરું બનાવી દે છે. એટલા માટે ભૂલથી પણ જમતી વખતે વચ્ચે અથવા તુરંત બાદ પાણી ન પીવું જોઇએ. જમવાના અડધો કલાક પહેલાં કે જમ્યાના અડધો કલાક પછી તમે એકાદ ગ્લાસ પાણી પીવો એ આદતને લાભકારી સાબિત થશે.

શું તમે પણ જમ્યા પછી લોટા ભરી ભરીને પાણી પીવો છો? તીખું લાગે તો ઉંઘું ઘાલીને પાણીના ગ્લાસ પર ગ્લાસ પીઓ છો તો આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

શું તમે પણ જમવાના સમયે વચ્ચે પાણી પીવો છો? તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી આ આદત સારી છેકે ખરાબ. અમે તમને જણાવીશું કે જમવાના સમયે વચ્ચે પાણી પીવું કેટલું યોગ્ય છે. એ પણ જણાવીશું કે ખરેખર કયા ટાઈમે પીવું જોઈએ કેટલું પાણી…ઘણાં લોકોને તો જમવાની સાથે સાથે સોડા અને સોફ્ટ ડ્રિંક્સ લેવાની પણ આદત હોય છે, જો તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો…
પાણીયુક્ત શાકભાજી અને કાકડી અને તરબૂચ જેવા ફળો પાચન સુધારવા અને કબજિયાત દૂર કરવા માટે જાણીતા છે. પરંતુ જો તમે તેનું સેવન કર્યા પછી અથવા તરત જ પાણી પીઓ છો, તો તે તમારા પેટમાં ખલેલ પહોંચાડી શકે છે.
ફળો અને શાકભાજી સાથે પાણી પીવાથી શું થાય છે?
જો તમે આ ફળો અને શાકભાજીઓ સાથે પાણીનું સેવન કરો છો, તો સ્ટૂલ વધુ પડતા નરમ થઈ જાય છે, જેના કારણે તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે. જે નબળાઇ પેદા કરી શકે છે. પાચન રસ જે ખોરાક ખાધા પછી બહાર આવે છે, જે પાચન માટે મદદરૂપ છે, તે પણ બહાર આવે છે, આ તમારી પાચન નબળી પાડે છે.
મંદ પડી જાય છે પાચન ક્રિયાઃ
પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે, સામાન્ય રીતે આપણને તરબૂચ, કાકડી, નારંગી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ જેવા ફળો સાથે પાણી પીવાની મનાઈ છે. આ કારણ છે કે આ ફળોમાં પહેલેથી જ વધારે પાણી છે. જ્યારે આપણે પાણીવાળા ફળો સાથે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરનું પીએચ સ્તર ખલેલ પહોંચે છે. વિજ્ઞાનના પુસ્તકોમાં શીખવવામાં આવ્યું હતું કે ખોરાકને પચાવવા માટે શરીરમાં ચોક્કસ પીએચ લેવલ હોવું જરૂરી છે. જ્યારે તમે પાણીવાળા ફળો સાથે પાણી પીવો છો, ત્યારે ત્યાં પાણીની વધારે માત્રા હોય છે, જેના કારણે પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. જેથી ખોરાકનું સંપૂર્ણ પાચન પેટમાં થતું નથી. કેટલાક કિસ્સાઓમાં, નબળા પાચનને કારણે પોષક તત્વો મેળવવાને બદલે, તે ઝેરી પદાર્થોમાં ફેરવાય છે અને આપણા શરીર માટે ફાયદાકારક થવાને બદલે, તેઓ તેને નુકસાન પહોંચાડે છે.

વધી શકે છે વજન!
પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન પણ ઝડપથી વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો વજન વધવાનો ખતરો વધી જાય છે. ભોજન કરતી વખતે વધુ પાણી પીવાથી તમારું પેટ વધારે ભરાય છે, જેના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ચિંતાનું કારણ બની જાય છે.

જમતી વખતે જોડે સોફ્ટ ડ્રિંક લેવાય ખરાં?
મોટાભાગના લોકો એવા હોય છે જેમને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે. પાણી પીધા વગર તેમને જમવું નથી ગમતું. આટલું જ નહીં કેટલાય લોકોને તો એવું હોય છે જે પિઝા-બર્ગરની સાથે કૉલ્ડડ્રિન્ક પીવે છે, પરંતુ જમતી વખતે અને જમ્યા બાદ તુરંત પાણી પીવું જોખમકારી હોય છે. કેટલાય લોકો વિચારે છે કે વચ્ચે વચ્ચે પાણી પીવાથી અથવા સૉફ્ટડ્રિન્ક પીવાથી ભોજન સારી રીતે પચી જાય છે પરંતુ આ વિચારવું અયોગ્ય છે. પાણી પીવાની આ આદતને બદલવી પડશે. જમતા વચ્ચે અને તુરંત બાદ પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જમતી વખતે વચ્ચે પાણી અને સૉફ્ટ ડ્રિન્ક પીવાથી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રભાવિત થાય છે.

જમતી વખતે વચ્ચે પાણી પીવાથી શું થાય છે?
જમતી વખતે વચ્ચે પાણી પીવાથી બૉડીમાં ઇન્સ્યુલિનનું લેવલ વધી જાય છે. તેનાથી પાચન ક્રિયા પર અસર પડે છે કારણ કે પાચન તંત્ર નબળું પડવા લાગે છે. જેવું જમતી વખતે તમે વચ્ચે પાણી પીઓ છો તો જમવાનું પચતા વાર લાગશે. એવામાં પેટમાં વધારે સમય સુધી જમવાનું રહેશે. પેટમાં વધારે સમય સુધી જમવાનું પડી રહેવાથી એસિડિટીની સમસ્યા થવા લાગે છે. આ ઉપરાંત આમ કરવાથી ફેટ પણ જમા થવા લાગે છે. તેનાથી જ વજન વધવા લાગે છે. તેનું એક જોખમ એ પણ છે તેનાથી બ્લડ ગ્લૂકોઝ પણ વધવા લાગે છે.

ખરેખર ક્યારે પીવું જોઈએ પાણી?
મેડિકલ સાયન્સ અને ડાયેટના નિષ્ણાતો કહે છેકે, જમ્યા પછી ક્યારેય તુંરત પાણી ન પવું જોઈએ. જમ્યા પછી ઓછામાં ઓછું અડધો કલાકનું અંતર રાખ્યા બાદ જ પાણી પીવું જોઈએ. ભોજન દરમિયાન લાળ બને છે જે ભોજન પચાવવામાં મદદ કરે છે. પરંતુ ભોજનની વચ્ચે પાણી પીવાથી આ લાળ પતલી થઇ જાય છે જે પાચનક્રિયાને અઘરું બનાવી દે છે. એટલા માટે ભૂલથી પણ જમતી વખતે વચ્ચે અથવા તુરંત બાદ પાણી ન પીવું જોઇએ. જમવાના અડધો કલાક પહેલાં કે જમ્યાના અડધો કલાક પછી તમે એકાદ ગ્લાસ પાણી પીવો એ આદતને લાભકારી સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.