મોરબીમાં ધોળા દિવસે બેન્ક લૂંટવાના બનાવ બાદ આજે વધુ એક સીરામીક ઉદ્યોગપતિ સાથે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે જેમાં લૂંટારાઓ મરચાની ભૂકી આંખમાં છાંટી18 લાખની રોકડ લૂંટી નાસી છૂટયા છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.મોરબીમાં તા.20 ના રોજ બેંકમાં લૂંટની ઘટના બની હતી એ વાત મોરબી વાસીઓ ભૂલ્યા નથી ત્યારે આજે ફરી મોરબીમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
આ લૂંટની ઘટનામાં મોરબીમાં રવાપર રોડ આવેલા આલાપ પાર્ક પોતાના રહેઠાણ થી સીરામીક ઉદ્યોગ પતિ હિતેશ ભાઈ સરડવા રોકડ રકમ લઈને પોતાની ઈનોવા કારમાં સવારે પોતાની વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં આવેલી જૂની ઓફિસે આવી અને નીચે ઉતરી રહ્યા હતાં એ દરિમયાન કાઈ સમજે વિચારે એ પહેલાં સીરામીક ઉદ્યોગ પતિ હિતેશભાઈ ની આંખમાં મરચાની ભૂકી છાંટી અને બે અજાણ્યાં ઈસમો બાઈક પર નાસી છૂટયા હતાં
મોરબી એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે મોરબીમાં વાવડી રોડ પર બનેલી ઘટનામાં હિતેશભાઈ એ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ 18 લાખની રોકડની લૂંટની ફિરયાદ નોંધાવી છે જેમાં પોલીસે ફરિયાદ નોંધી જુદી જુદી ચાર ટીમો બનાવી લૂંટારાઓને પકડવા રાજ્યના જુદા જુદા જીલ્લામાં નાકાબંધી કરી અને તપાસ આદરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.