સુરત શહેરના કતારગામ વિસ્તારમાં અકસ્માતની એક અજીબ ઘટના ઘટી છે.જેમાં કતારગામમાં એક ચાર રસ્તા પાસે બે નબીરાઓએ બેફામ રીતે લક્ઝરીયસ કાર ચલાવી અને આ અકસ્માત સર્જ્યો હતો.અને ચાર રસ્તા પાસેથી વળાંક લઈને આ કાર એટલી પૂર ઝડપે ચલાવી કે કાર ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં ગઈ અને પલટી મારી ગઈ. આ સમયે રોડની બીજી બાજુ ત્રણ યુવાનો ઉભા હતા, જો કે આ ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયૉ છે.જેનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયો છે
વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ ગઈ અને પલટી મારીને આડી પડી ગઈ. અકસ્માતની આ ઘટના ઘટતા જ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા અને કારમાં સવાર બે યુવકોને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ કારને સીધી કરી હતી. આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. કારમાં સવાર બે યુવકોને નાની મોટી ઈજાઓ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.