કોરોના વાયરસનો ખતરો અમેરિકામાં અત્યારે સૌથી વધુ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા સમય પહેલા અમેરિકાએ ભારત પાસે મેલેરિયામાં ઉપયોગમાં આવતી દવા હાઇડ્રોક્સીકલોરોક્વિન દવાની માંગણી કરી હતી અને ભારતે અમેરિકાને આ દવાનો જથ્થો મોકલી આપ્યો હતો ત્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા પ્રધાનમંત્રી મોદીને ટ્વીટર ઉપર ફોલો કરવામાં આવ્યા હતા.
આ સાથે ભારતના બીજા 6 ટ્વીટર હેન્ડલને પણ વ્હાઇટ હાઉસ દ્વારા ફોલો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એ જરૂરિયાત પૂર્ણ થઇ જતા વ્હાઇટ હાઉસ દ્વારા એ તમામ ટ્વીટર એકાઉન્ટને અનફોલો કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ભારતે હાઇડ્રોક્સીફ્લોક્વિન દવાનો મોટો જથ્થો અમેરિકાને મોકલી હતી ના માત્ર અમેરિકા પરંતુ દુનિયાના ઘણા દેશોને ભારતે મદદ કરી હતી, અને અમેરિકાને કરેલી આ મદદના બદલામાં 10 એપ્રિલનકએ રોજ પ્રધાનમંત્રી મોદી સહીત 6 ટ્વીટર એકાઉન્ટને ફોલો કરવામાં આવ્યા હતા,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.