લ્યો બોલો! ફફડી ઉઠેલા વિકીપિડિયાએ પણ કરવી પડી PM મોદીને આજીજી, કારણ છે ખાસ

ભારતમાં કાર્યરત વેબસાઈટ અંગે મોદી સરકાર કેટલાક નવા નિયમો બનાવવાની તૈયારીમાં છે. ત્યારે માહિતી આપનાર વેબસાઈટ વિકીપિડિયાએ આ નિયમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિકીપિડિયાએ કેન્દ્રીય આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો છે.

પત્રમાં તેણે લખ્યું કે કેન્દ્ર સરકારની નવી નીતિથી તેની સિસ્ટમ પૂરી રીતે બર્બાદ થઈ જશે. વિકીપિડિયાની ચલાવનાર વિકીમીડિયા ફાઉન્ડેશન વતી લખવામાં આવેલા પત્રમાં કહેવાયું કે ભારત સરકાર દ્વારા જવાબદારી નિયમોમાં જે ફેરફાર કરાઈ રહ્યો છે તે ઘણો ચિંતાજનક છે. તેના દ્વારા યૂઝર્સ બેસ્ડ વેબસાઈટને કન્ટ્રોલ કરી શકાશે અને કન્ટેન્ટ પણ પ્રભાવિત થઈ શકશે.

નિયમોમાં ફેરફારની સીધી અસર વિકીપિડિયા પર પડશે કારણ કે અમારૂ મોડલ ઓપન છે. અમે સંપૂર્ણ રીતે ઈન્ટરનેટ પર ફ્રી એક્સ્પ્રેસના નિયમનું પાલન કરીએ છીએ અને યૂઝર્સ જ અમારૂ કન્ટેન્ટ તૈયાર કરે છે. તેથી જો યૂઝર્સ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આ મોડલ ફસાઈ જશે. અમને એ વાતનો ડર છે કે તાજેતરમાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી ભારતમાં મફત માહિતીના મિશનને ઠેસ પહોંચશે. તે ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયર્સની નવી પરિભાષા ઘડવી પણ મુશ્કેલ કામ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.