ભરૂચ જિલ્લામાં દારૂ બંધી નું કડક પાલન થાય તે માટે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જે તે પોલીસ સ્ટેશનના કર્મીઓએ સતત બુટલેગરો ને ઝડપી જેલ ના સળિયા પાછળ ધકેલી રહ્યા છે,છેલ્લા કેટલાક સમય થી પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવી રહેલા દરોડાઓ માં બુટલેગરોની પણ શરાબ સંતાડવાની અવનવી મોડ્સ ઓપરડી સામે આવતી દેખાઈ રહી છે,જેમાં વધુ એક બુટલેગર ના કારનામા સામે આવતા હાલ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે,પરન્તુ નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ જિલ્લામાં કોઈ ને કોઈ ક રીતે નશા નો આ કારોબાર ધમધમાવી રહ્યા છે,સામાન્ય રીતે આપણે કરિયાણાની દુકાન ઉપર ઘર ને લગતું જરૂરી સામાન લેવા જતા હોઈએ છે,પણ અંકલેશ્વરમાં એક ભેજાબાજ બુટલેગરે તો કરિયાણાની દુકાન ની આડ માં દારૂનો અડ્ડો જ શરૂ કર્યો હોય તેમ સામે આવી રહ્યું છે,જેમાં અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડી આ કરિયાણાની દુકાન માંથી હજારો ની કિંમત ની બ્રાન્ડેડ કંપની ની ભારતીય બનાવટ ની વિદેશી શરાબ નો જથ્થો કબ્જે કર્યો છે,
અંકલેશ્વર શહેર પોલીસ મથક ના સ્ટાફ ને મળેલ બાતમી ના આધારે સ્ટેશન ચોકી થી સરદાર પટેલ હોસ્પિટલ જતા માર્ગ ઉપર આવેલ જૂની સહારા બેન્ક ની બાજુમાં આવેલ”જય જલારામ કરિયાણા સ્ટોર “માં ચોરી છુપી રીતે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દુકાન માં પર્વેશ કરી તલાશી લેતા દુકાન ના ઉપર ના ભાગે આવેલ એક લાકડા ના કબાટ માંથી ભારતીય બનાવટ ની વિદેશી શરાબ ની અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૬૭ નંગ બોટલ મળી આવતા પોલીસે કરિયાણાની દુકાન ના સંચાલક સંદીપ ભાઈ ઉર્ફે પ્રવીણચંદ્ર મોદી નાઓની ધરપકડ કરી કુલ ૩૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.