લ્યો બોલો! શકિતશાળી કહેવાતા ટ્રમ્પે કોરોનાના ડરથી કેટલાય દિવસથી પોતાના ચહેરાને હાથ લગાડ્યો નથી

અમેરિકન પ્રમુખને ધરતી પરના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

જોકે કોરોના વાયરસથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ડર લાગી રહ્યો છે. ટ્રમ્પે એકરાર કર્યો છે જકે, કોરાના વાયરસથી બચવાની તકેદારીના ભાગરૂપે મેં કેટલાક દિવસોથી મારા પોતાના ચહેરાને હાથ લગાડ્યો નથી અને હું મારા ચહેરાને મિસ કરી રહ્યો છું.

રિપોર્ટ પ્રમાણે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી એક બેઠકમાં ટ્રમ્પે આ વાત કરી હતી. જોકે ટ્રમ્પનુ નિવેદન બહાર આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર લોકો એક્ટિવ થઈ ગયા હતા.

કોઈએ ટ્રમ્પના દાવાને ખોટો ઠેરવવા માટે તાજેતરમાં જ વ્હાઈટ હાઉસમાં લેવાયેલી તસવીર પોસ્ટ કરી હતી. જેમાં ટ્રમ્પ પોતાના હાથ ચહેરાને સ્પર્શ કરતા જોઈ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.