ચીનને પાઠ ભણાવવા માટે ભારત સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મુક્યો છે સાથે જ ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સરકારની યોજના છે. વડાપ્રધાન મોદીએ શનિવારે ટ્વીટ કરી કહ્યું કે, તેઓ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરવા જઈ રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે, આજે મેડ ઈન ઈન્ડિયા એપ્સ બનાવવા માટે ટેક્નિકલ અને સ્ટાર્ટઅપ સમુદાય વચ્ચે ઘણો ઉત્સાહ છે. તેથી @GoI_MeitY અને @AIMtoInnovate મળીને ઈનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે અથવા તમને લાગે છે કે કંઈક સારું કરવાનો દ્રષ્ટિકોણ અને ક્ષમતા છે તો ટેક કોમ્યૂનિટિ સાથે જોડાઈ જાઓ. વડાપ્રધાન મોદીએ લિંક્ડઈન પર પોતાના વિચાર રાખ્યા છે.
ભારત સરકારે ચીનની ઘણી એપ બેન કરી દીધી છે જે ભારતમાં ઘણી જ લોકપ્રિય હતી અને સારી એવી કમાણી કરતી હતી. સરહગ પર ચીનની કરતૂત જોયા બાદ અને આ એપમાં કમીઓ સામે આવ્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. હવે સરકાર આવી જ એપ દેશમાં બને તે માટે દેશના યુવાનોને ચેલેન્જ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.