હાલમાં ટીવીની એક જાણીતી ડાન્સ રિયાલિટી શો પર કોરોનાનો કહેર જોવા મળ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ માધુરી દીક્ષિતના શો ડાન્સ દીવાનેના સીઝન 3ની. અહીં એક સાથે 18 લોકોને કોરોના થયો છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો આ શોના કારણે લોકોમાં ડરનો માહોલ છે. આ શો માધુરી દીક્ષિત સહિત ધર્મેશ યેલાંડે અને તુષાર કાલિયા હોસ્ટ કરે છે.
કોરોના સંક્રમિત લોકો ગોરેગાંવના સેટ પર આવતા હડકંપ મચ્યો છે. આ કેસમાં FWICEના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું કે જે પણ થયું તે સારું નથી.
અમે પ્રાર્થના કરીએ છીએ કે સંક્રમિત ઝડપથી સાજા થાય. તેઓએ કહ્યું છે કે આ શો પોતાની કાસ્ટ અને ક્રૂના પહેલા જ ટેસ્ટ કરાવી લે છે. પણ સાથે નવા ક્રૂ માટે સમય છે. શોનું અન્ય શૂટ 5 એપ્રિલે છે. એક તરફ ફરીથી પ્રી ટેસ્ટ કરાવાશે. જો તેઓ કોરોના નેગેટિવ હશે તો જ તેમને પરમીશન અપાશે.
અનેકે કોરોનાને માત આપી છે અને સાથે સાજા થઈને કામ પર પરત ફર્યા છે. હવે જોવાનું એ છે કે સેટ પર જે થયું તેનું પરિણામ શું આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.