મધ્યસ્થ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ, કોક, પેપ્સી અને બિસલેરી જેવી મોટી કંપનીઓ ઉપર,લાદ્યો છે ભારે ભરખમ દંડ

મધ્યસ્થ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ કોક, પેપ્સી અને બિસલેરી જેવી મોટી કંપનીઓ ઉપર અંદાજે રૂપિયા ૭૨ કરોડનો ભારે ભરખમ દંડ લાદ્યો છે. પ્લાસ્ટિક કચરાના ડિસ્પોઝલ અને કલેક્શનની જાણકારી સરકારી બોર્ડને ના આપ્યા બદલ દંડ ફરમાવવામાં આવ્યો છે.

બાબા રામદેવની પતંજલિ કંપનીને પણ રૂપિયા ૧ કરોડનો દંડ ફરમાવવા કહેવામાં આવ્યું છે. એક અન્ય કેપનીને રૂપિયા ૮૫.૯ લાખનો દંડ ભરવા કહેવામાં આવ્યું છે. સીપીસીબીએ તમામને ૧૫ દિવસમાં દંડની રકમ ભરી દેવા ફરમાન કર્યું છે. પ્લાસ્ટિક કચરાના કેસમાં એક્સ્ટેન્ડેન્ટ પ્રોડયૂસર રિસ્પોન્સિબિલિટી (ઇપીઆર) એક નીતિ વિષયક માપદંડ છે.

ભારતની એક દવા કંપની પર અમેરિકામાં રૂપિયા ૩૬૪ કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. અમેરિકી ન્યાય વિભાગે જણાવ્યું કે ફ્રેસેનિયસ કાબિ ઓન્કોલોજી લિમિટેડ(એફ.કે.ઓ.એલ.) કંપનીએ નિરીક્ષણ કામગીરી વખતે જાણકારી છુપાવવાનો તેમજ રેકોર્ડનો નાશ કર્યો હોવાના આરોપનો સ્વીકાર કરી લીધો છે. કંપની પર આક્ષેપ થયા હતા કે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વહીવટીતંત્ર (એફડીએ)ની ટીમ વર્ષ ૨૦૧૩માં કંપની કાર્યાલયે તપાસ માટે પહોંચી તે પહેલાં સંખ્યાબંધ રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. તેના કારણે દર્દીઓના જીવન સામે ખતરો સર્જાયો હતો.

બિસલેરીનો પ્લાસ્ટિક કચરો ૨૧,૫૦૦ ટન અંદાજવામાં આવ્યો છે. તેના પર પ્રતિ ટન રૂપિયા પાંચ હજારને હિસાબે દંડ લાગે છે. પેપ્સી પાસે ૧૧,૧૯૪ ટન પ્લાસ્ટિક કચરો છે. કોકાકોલા પાસે ૪,૪૧૭ ટન પ્લાસ્ટિક કચરો હતો. જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન આ કચરો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.