ચેન્નઇ: મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ એસએમ સુબ્રમણ્યમ એક મંદિરમાં પોતાની ન્યાયાધીશ તરીકેની ઓળખ જાહેર કર્યા વગર આમ નાગરીક બનીને ગયા હતા અને આ દરમિયાન તેમણે મંદિરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની જાણકારી મળી હતી. જેને પગલે ન્યાયાધીશ એસએમ સુબ્રમણ્યમે સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ માટે કમિટીની રચનાના આદેશ આપ્યા હતા.
ન્યાયાધીશ સુબ્રમણ્યમ પરિવાર સાથે વડપલાની મુરુગન મંદિરે ગયા હતા. જ્યાં તેમને દર્શન માટેની ટિકિટમાં ગડબડી થઇ રહી હોવાનું સામે આવ્યું હતું અને આ મંદિરમાં ભગવાનના દર્શન માટે ૫૦ રૂપિયાની ટિકિટ આપવામાં આવતી હતી, પરિવારના ત્રણ લોકો માટે ૧૫૦ રૂપિયા ન્યાયાધીશે આપ્યા હતા. જોકે પૈસા ૧૫૦ રૂપિયા આપ્યા હતા પણ કાઉન્ટર પર કર્મચારીએ ૫૦ રૂપિયાની બે અને પાંચ રૂપિયાની એક ટિકિટ આપી હતી.
આ દરમિયાન સ્ટાફે ન્યાયાધીશને આમ નાગરિક સમજીને જ્યારે સવાલ કર્યા ત્યારે તોછડુ વર્તન કર્યું હતું અને તેમ છતા ન્યાયાધીશે પોતાની ઓળખ જાહેર નહોતી કરી. પછી જ્યારે મંદિર સંચાલકોનો નંબર માગ્યો તો આપવાની ના પાડી દીધી હતી. જ્યારે બોલાચાલી થઇ ત્યારે ન્યાયાધીશને મંદિરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ પણ થયો હતો.
આ મામલે ન્યાયાધીશે કમિશનર સમક્ષ એક ફરિયાદ દાખલ કરાવી છે તેમજ આરોપીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.