બોલિવૂડ પાર્શ્વ ગાયન અને સૂફી સંગીત માટે પ્રખ્યાત પાપોને દિલ્હીમાં આયોજીત તેના સિંગિગ કોન્ટર્સ રદ કરી દીધી છે. આ શો રદ કરવાનું કારણ તેના રાજ્ય આસામના હાલતને ગણાવ્યું છે. નાગરિકતા સંશોધન બિલ લોકસભા તથા રાજ્યસભામાં પાસ થયા બાદ આસામમાં જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. અહીંયાના લોકો પરીક્ષા તથા નોકરીઓ છોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે અને બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. પોલીસ તથા લોકો વચ્ચે જબરજસ્ત અથડામણ થઈ રહી છે. આસામમાં પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે ત્યાંના 10 જિલ્લાઓમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
રાજ્યની રાજધાની ગુવાહાટીમાં જ પ્રદર્શનકારીઓએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું હતું. અહીં તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. બોલિવૂડ સ્ટાર્સે આ વિરોધ પ્રદર્શનને લઈ ટ્વીટ પણ કરી છે. આસામના સિંગર પેપોને દિલ્હીમાં આયોજીત પોતાનો શો કેન્સલ કરવાની વાત કરી છે.
આ અંગે પેપોને ટ્વીટ કરીને કહ્યું હતું, ડિયર દિલ્હી, મને માફ કરજો પરંતુ મેં નક્કી કર્યું છે કે કાલે થનારા કોન્સર્ટમાં હું પર્ફોર્મ કરી શકીશ નહીં. મારું રાજ્ય આસામ સળગી રહ્યું છે, રડી રહ્યું છે અને કર્ફ્યૂમાં છે. હું જે માનસિક સ્થિતિમાં છું, તે પરિસ્થિતિમાં હું તમારા માટે પર્ફોર્મ કરી શકીશ નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.