દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી શાનદાર જીત બાદ હવે એવી વાતો થવા લાગી છે કે, કેજરીવાલ સરકાર ટેક્સપેયર્સના પૈસા મફતિયું આપવામાં ઉડાવી રહ્યા છે. પણ તેમાં કેટલી સચ્ચાઈ છે, શું કેજરીવાલ દિલ્હી સરકારનો ખજાનો ખાલી કરી રહ્યા છે. જુઓ આ વિશ્લેષણ.
આમ આદમી પાર્ટીએ પોતાના શાસનમાં ઝડપી વૃદ્ધિની સાથે સાથે રાષ્ટ્રીય જીડીપીમાં પણ પોતાની ભાગીદારી વધારી છે. દિલ્હીના જીડીપીમાં પાંચ વર્ષમાં 11.8 ટકાનો વધારો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આપ પાર્ટી ફરી એક વાર દિલ્હીમાં સત્તાના સિંહાસને બિરાજવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં આપ પાર્ટીએ 62 સીટ પર જીત મેળવી છે, જ્યાં ભાજપ 8 સીટમાં ભોંયતળીયે બેસી ગયું છે.
કેજરીવાલ સરકારના મફત વિજળીનો ફાયદો 26 લાખ ગ્રાહકોનો થયો છે, જેમણે 200 યુનિટથી ઓછો વપરાશ કર્યો છે. જ્યારે 14 લાખ લોકોએ 200થી 400 યુનિટ સુધીનો વપરાશ કર્યો છે. દિલ્હીમાં કુલ 47 લાખ વિજળી કનેક્શનના ગ્રાહકો છે. 2018-19માં કેજરીવાલ સરકારે 1699 કરોડ રૂપિયા ફક્ત વિજળીની સબ્સિડી માટે જ આપ્યા છે. વિતેલા દિવસોમાં વિજળીના દરમાં કોઈ વધારો કર્યો નથી. તેમ છતાં પણ દિલ્હીમાં વિજળી બિલ સૌથી ઓછુ આવે છે.
પાણી પર લગભગ સાડા ચારસો કરોડની સબ્સિડી પહેલા જ આપી દીધી છે. મફત મેટ્રોની સફરની સુવિધામાં પણ 1500 કરોડથી વધારીને 2000 કરોડ કરી દીધા છે. ઉપરાંત ડીટીસી બસમાં મહિલાઓની મફત મુસાફરી પર દિલ્હી સરકાર વર્ષે 140 કરોડનો ખર્ચ કરશે.
અરવિંદ કેજરીવાલ સરકારનો ખજાનો મફત વિજળી અને પાણી આપવા છતાં પણ સરપ્લસમાં ચાલે છે. સરકારને આ યોજના માટે કોઈ પણ પ્રકારનું દેવું કર્યું પડ્યું નથી. કેન્દ્ર તરફથી મળતી મદદ ઘટવા છતાં પણ દિલ્હી સરકારનું રેવન્યૂ છલકાઈ છે. 2016-17 અને 2017-18માં કેન્દ્ર તરફથી અનુક્રમે 2825 કરોડ અને 2184 કરોડ રૂપિયાની સહાય મળી હતી. આટલા ખર્ચ કરવા છતાં પણ 2019માં દિલ્હી સરકારે રેવન્યૂ સરપ્લસ 4931 કરોડનો આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.