અફઘાનિસ્તાનની રાજધાની,કાબુલની એક શાળા પાસે શનિવારે,એક મોટો થયો હતો વિસ્ફોટ

અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયે આ માહિતી આપી છે. કાબુલ જિલ્લાના દસ્તર-એ-બાર્ચીમાં સૈયદ અલ શુહદા ગર્લ્સ હાઇ સ્કૂલને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે છોકરીઓ શાળાઓની બહાર નીકળી રહી હતી. પહેલા કાર બોમ્બ વિસ્ફોટ થયો અને ત્યારબાદ બે રોકેટ ચલાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારીક એરીઅને કહ્યું કે આ હુમલામાં 45થી વધુ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ કાબુલમાં દાસ્તા-એ-બારચી જિલ્લામાં આ વિસ્ફોટ થયો, જ્યારે પછીના અઠવાડિયામાં લોકો ઈદ ઉલ ફિતરની ખરીદવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા. ઈદ ઉલ ફિત્ર પવિત્ર રમજાન મહિનાના અંતમાં ઉજવવામાં આવે છે.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.