રાજ્ય સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના ભાવને લઇને ખેડૂતો અને રાજ્ય સરકાર આમને સામને જોવા મળી રહ્યાં છે. હાલમાં જ સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યાં હતા.
- માર્કેટયાર્ડમાં 1250થી વધુ ભાવે વેચાઈ રહી છે મગફળી
- માર્કેટ કરતા નીચા ભાવે મગફળી કોણ વેચશે?: ખેડૂત
- રાજ્યમાં 124 સેન્ટર પર ખરીદવામાં આવશે મગફળી
ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ભાવ પર ઉઠાવ્યો સવાલ
રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ થોડા દિવસ પહેલા મગફળીના ટેકાના ભાવની જાહેરાત કરી હતી. જો કે ખેડૂતોએ આ ટેકાના ભાવને લઇને સવાલ ઉઠાવતાં કહ્યું કે હાલમાં માર્કેટયાર્ડમાં મગફળીનું 1250થી વધુના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારે જાહેર કરેલા 1018ના ભાવે કોણ વેચશે?
મંત્રી જયેશ રાદડિયાએ મગફળીના ટેકાના ભાવ કર્યાં હતા જાહેર
મંત્રી જયશ રાદડિયાએ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા મગફળીના ટેકાના ભાવની જાહેરાત કરી હતી. જેમાં સરકારે મગફળીના ટેકાનો ભાવ 1018 જાહેર કર્યો હતો. જો કે હાલમાં તે કરતાં વધારે ભાવમાં માર્કેટયાર્ડમાં મગફળીનું વેચાણ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં 124 સેન્ટર પર ખરીદવામાં આવશે મગફળી
રાજ્યમાં સારા વરસાદને લઇને મગફળીનું ઉત્પાદન સારુ થશે. જેને ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સેન્ટર ખોલવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 124 સેન્ટર પરથી મગફળી ખરીદવામાં આવશે. આ ખરીદીનું ખેડૂતોને પેમેન્ટ સમયસર મળી જશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ખેડૂતોને SMSથી પણ જાણકારી આપવામાં આવશે.
આ તારખીથી મગફળી માટે કરી શકાશે રજીસ્ટ્રેશન
રાજ્ય પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાએ મગફળી ટેકાના ભાવની જાહેરાત કરી હતી. જ્યારે તેની ખરીદી માટે સેન્ટર અંગે પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે આગામી 1 ઓક્ટોબરથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે. જિલ્લા કક્ષાએ ગોડાઉન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ તમામ ગોડાઉનમાં CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.