માગશર સુદ એકમને બુધવાર મિથુન, કર્ક રાશિનો દિવસ જશે સામાન્ય, કેવો રહેશે તમારો દિવસ જાણો

વિક્રમ સંવત 2076 માગશર સુદ એકમ, બુધવાર વિંછુડો, માર્તંડ ભૈરવ છ રાત્રિનો ઉત્સવ શરૃ, નેપ્ચ્યૂન માર્ગી મેષ ધીમેધીમે આપની નોકરી-ધંધાની બાબતોને હલ કરી શકશો. અજાણ્યાથી સાવધાન. વૃષભ આપના પ્રયત્નો અને અપેક્ષા મુજબ ફળ મેળવવા ધીરજ અને શાંતિ જરૃરી બને.

મિથુન લાભની આશા વિલંબથી ફળવાની શક્યતા જણાય. ઉતાવળા પગલાં ન ભરવા. કર્ક આપની ગણતરીઓ કે યજનાઓને સાર્થક કરવા વધુ પરિશ્રમ અને ધીરજ જરૃરી ગણજો. સિંહ સામાજિક કે વ્યવસાયિક કામ-પ્રસંગો અંગે સમય સુધરતો અને સાનુકૂળ બનતો લાગે. કન્યા ઉદાસીનતા અને અશાંતિ દૂર થાય અને કોઈ નવું આશાસ્પદ કિરણ દેખાય.

તુલા આપની અગત્યની પ્રવૃત્તિ કે કામગીરીને આગળ ધપાવવાની તક સર્જાતી જણાય. પ્રવાસ થાય. વૃશ્ચિક નાનાં નાનાં અવરોધોને પાર કરી આપની નૈયા આગળ વધતી જણાય. ધન માનસિક તણાવનો કોઈ ઉપાય સાંપડતો લાગે. ખર્ચ-વ્યય પર અંકુશ જરૃરી માનજો.

મકર આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાશે. કોઈની મદદ ઉપયોગી બને. સાનુકૂળતા. કુંભ ધાર્યો લાભ કે ફળ ન મળે તો નિરાશ થયા વિના પ્રયત્નો વધારવાથી કામ બની શકશે. મીન કઠિન કે કષ્ટકારક સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળી આવે અને આખરે રાહત-સુખ અનુભવાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.