માગશર સુદ આઠમ, બુધવાર કેવો રહેશે તમારા માટે જાણો અમારી સાથે

વિક્રમ સંવત 2076, માગશર સુદ આઠમ, બુધવાર પંચક, દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, પ્રમુખ સ્વામીનો જન્મ દિવસ, ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ મેષ ઉતાવળા નિર્ણય ટાળવા સલાહ છે. પ્રયત્નો અને મહેનત રંગ લાવતી જણાય. સામાજિક કાર્ય થઈ શકે.

વૃષભ સમયની કિંમત સમજીને આપ પ્રયત્નશીલ બનશો તો સફળતાનાં દ્વાર ખૂલતાં જણાય. ગૃહવિવાદ અટકાવજો. મિથુન માનસિક સ્વસ્થતા કેળવી લેજો. આવેશને કાબૂમાં રાખવા સલાહ. નાણાભીડ અનુભવાતી લાગે.

કર્ક કાર્યબોજ અને વ્યસ્તતા વધતી લાગે. આપના કામને ક્રમવાર ગોઠવી રાહત મેળવી શકશો. પ્રવાસ. મિલન-મુલાકાત. સિંહ ધીમે ધીમે આગળ વધીને કાર્ય સફળતાનો માર્ગ કંડારી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા જાળવજો. ખર્ચ પર અંકુશ જરૃરી.

કન્યા માનસિક અને ભાવનાત્મક સમતોલન જાળવજો. ફળ દૂર ઠેલાતું જણાય. પ્રવાસની યોજના. તુલા સામાજિક, કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.

વૃશ્ચિક મનનો પરિતાપ અને રૃકાવટો દૂર થતાં રાહત અનુભવાય. નાણાભીડનો ઉકેલ સૂઝે. પ્રવાસ. ધન પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્થિક સમસ્યાને સુલઝાવી શકશો. વિવાદ ટાળવો.

મકર આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય. સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા. કુંભ શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યવસાયિક બાબતનો હલ મળે. મીન ધીરજનાં મીઠાં ફળ ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.