વિક્રમ સંવત 2076, માગશર સુદ એકાદશી, રવિવાર મોક્ષદા એકાદશી, જૈન મૌની એકાદશી, ભગવદ્ ગીતાજયંતી, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ મેષ આપની કામગીરી સફળ થતી જણાય. ચિંતાનો ઉકેલ મળે. પ્રવાસથી લાભ. વૃષભ નાણાકીય પરિસ્થિતિને સમતોલ રાખજો. વ્યવસાયિક પ્રગતિ જણાય. આરોગ્યની કેર લેજો.
મિથુન તમારી ચિંતાઓ અને સમસ્યાઓનું નિરાકરણ થાય. ગૃહજીવનની સમસ્યા હલ થાય. સ્નેહીથી મિલન. કર્ક મહત્વના ધાર્યા કામો અટકતાં લાગે. પ્રતિકૂળતા અનુભવાય. મનની ઇચ્છા ફ્ળે નહીં. સિંહ કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો ઉકેલી શકશો. સંતાનના પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપજો.
કન્યા મહેનતનું ધાર્યું ફળ ન મળતાં નિરાશા જણાય. એકાગ્રતા વધારજો. સંપત્તિના કામ થાય. તુલા આપની ગણતરીઓ ઊંધી ન વળે તે માટે જાગૃત રહેવું. સ્વજનથી સહકાર. પ્રવાસ અંગે સાનુકૂળતા.
વૃશ્ચિક મનનાં ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે પ્રયત્નો વધારજો. સ્નેહીથી મિલન-મુલાકાત. ધન આપના પ્રયત્નો વધારી આપ ધ્યેય તરફ્ આગળ વધી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય. મકર વ્યર્થતા અને વ્યથાના અનુભવ બાદ સફળતાનો અહેસાસ જણાય. વિરોધીથી સાવધ રહેવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.