વિક્રમ સંવત 2076, માગશર સુદ નવમી, ગુરુવાર પંચક, કલ્પાદિ, બુધ વૃશ્ચિકમાં, હરિ નવમી, ચંદ્ર-બુધનો ત્રિકોણયોગ મેષ આપના માનસિક આવેગ-આવેશને સંયમ જરૃરી. દુઃસાહસથી દૂર રહેવું. તબિયત જળવાય. નાણાભીડનો ઉકેલ. વૃષભ અગત્યની કામગીરી અંગે સંજોગોનો સાથ મળતો જણાય. કૌટુંબિક સમસ્યાને હળવી બનાવી શકશો. પ્રવાસ.
મિથુન પરિસ્થિતિ વિકટ હોય કે સામા પવને ચાલતા હો તેમ લાગતું હોય ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એ વચન સાર્થક થાય. કર્ક સંજોગો સુધરતા સમય લાગે પણ નકારાત્મક ફળ જણાશે નહીં. પ્રયત્નો ચાલુ રાખવા પડે. મિલન.
સિંહ આપની પરિસ્થિતિને બગડતી અટકાવવા ધીરજ-સંયમ જરૃરી બને. મિત્રનો સાથ. ખર્ચ વધતો લાગે. કન્યા આપની કામગીરી અંગે સમયનો સાથ મેળવવા ધીરજ જરૃરી. દુઃસાહસથી દૂર રહેજો. ખર્ચ પર કાબૂ. તુલા આપના નોકરી-ધંધા કે કૌટુંબિક કાર્યને આગળ ધપાવી ઇષ્ટ ફળની આશા ફળીભૂત થતી જણાશે.
વૃશ્ચિક અવરોધમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. સ્નેહીનો સહકાર. આર્થિક સ્થિતિ ટકાવી લેજો. ધન અંતઃકરણમાં વ્યથા-વિષાદને દૂર કરવા હકારાત્મક વલણ ઉપયોગી બને. મકર આપના ગૂંચવાયેલા અથવા હાથ ધરેલાં કામોને સફળ બનાવવાની તક-મદદ ઊભી કરી શકશો.
કુંભ નસીબ બગડયું લાગતું હોય તો પુરુષાર્થની મદદ લઈ સફળતા-પ્રગતિ કરી શકશો. મીન આપના પ્રતિકૂળ સંજોગો દૂર થવા લાગે. અશાંતિનાં વાદળ વિખેરાતાં જણાય. સ્નેહીથી મિલન-મદદ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.