વિક્રમ સંવત 2076, માગશર વદ અમાસ, ગુરુવાર, કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાશે-પાળવાનું છે, ચંદ્ર-ગુરુની યુતિ,મેષ સામાજિક બાબતો અંગે સાનુકૂળતા. નોકરી-ધંધામાં અવરોધ જણાય. આરોગ્ય જળવાય. વૃષભ સ્વસ્થતા અને સ્થિરતા માટે યોગ ઉપયોગી બને. કામકાજમાં ધીમી પ્રગતિ-લાભ જણાય.
મિથુન ખોટું ટેન્શન-અશાંતિ હશે તો તે દૂર થઈ રાહત જણાય. કાર્ય સફળતાની તક સાંપડે. કર્ક મિલન-મુલાકાતથી આનંદ. સ્વાસ્થ્ય સાચવવું પડે. ખર્ચ-વ્યયના પ્રસંગ જણાય. સિંહ મૂંઝવતી સમસ્યાનો હલ મળે. સ્વજનની સહાય. પ્રસન્નતાનો પ્રસંગ. પ્રવાસ થાય.
ધન પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો. પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાતથી આનંદ. મકર ચિંતા-વિષાદનાં વાદળ વિખેરાય. ખર્ચનો પ્રસંગ. અગત્યનું કામ સફળ બને. કુંભ ધાર્યું ધણીનું થાય તેમ સમજી પ્રયત્નો ચાલુ રાખજો. તબિયત સંભાળવી. પ્રવાસ. મીન અગત્યના કામકાજમાં અવરોધ હશે તો દૂર થાય. લાગણી દુભાતી જણાય. ખર્ચ ટાળજો.
કન્યા વ્યર્થ વિવાદ રોકજો. વ્યવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ. વિરોધીથી સાચવવું. તુલા માનસિક મૂંઝવણ દૂર થતી લાગે. અગત્યની કાર્યરચના અંગે પ્રગતિકારક. વિવાદ ટાળજો. વૃશ્ચિક આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સ્વજનની સહાય મળે. આરોગ્ય જળવાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.