વિક્રમ સંવત 2076, માગશર વદ આઠમ, ગુરુવાર કાલાષ્ટમી, અષ્ટકા, ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ મેષ આપના માનસિક દબાણના કારણે બેચેનીનો અનુભવ જણાય. નાણાકીય મૂંઝવણ જણાય. સ્નેહીથી મિલન. વૃષભ ધીરજની કસોટી થતી લાગશે. પ્રયત્નો વધુ કરવાથી પ્રગતિનો માર્ગ ખૂલશે. સંબંધી ઉપયોગી બને. મિથુન મનની મુરાદોને સાકાર કરવા આપને અન્યની સહાય લેવી પડે. ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા. પ્રવાસ.
કર્ક લાભની આશા પૂર્ણ થતી જણાય. ઉઘરાણી પર ધ્યાન આપજો. પ્રવાસ ફળદાયી બને. સિંહ શેર-સટ્ટા- જુગારીવૃત્તિથી સંભાળવું. ખોટા ખર્ચા વધવા ન દેશો. વિવાદ અટકાવજો. કન્યા વ્યવસાયિક બાબતો અંગે ઠીકઠીક. નાણાભીડનો અનુભવ. વિવાદ ટાળજો.
તુલા તમારી હાથ ધરેલી પ્રવૃત્તિઓ અંગે જરૃરી સહાયો ઊભી કરી શકશો. આર્થિક સમસ્યાનો અનુભવ. વૃશ્ચિક ધાર્યો લાભ અટકતો જણાય. કેટલાક અવરોધોનો સામનો કરવો પડે. સ્વજનનો સાથ.ધન પરોપકાર અને સેવાનો પ્રસંગ. નાણાકીય પ્રશ્ન ઉકેલી શકશો. સ્વજનથી ગેરસમજ. મકર આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. સામાજિક કાર્ય અંગે વિઘ્ન. નાણાભીડ વર્તાય.
કુંભ આપના પરિશ્રમનું મીઠું ફળ ચાખી શકશો. મિત્રથી મતભેદ બાદ સમાધાન. પ્રવાસ મજાનો. મીન ખર્ચ-ખરીદીઓ પર અંકુશ જરૃરી, નહીંતર કરજનો બોજ આવે. સગાં-સ્નેહીથી મનદુઃખ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.