માગશર વદ બીજ ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ કેવો રહેશે તમારો દિવસ જાણો,

વિક્રમ સંવત 2076, માગશર વદ બીજ, શનિવાર ગુરુ લોપ, ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, ચંદ્ર-શનિનું ઓપોઝિશન મેષ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. લાભની તક ઊભી થતી લાગે. સ્નેહીથી સહકાર. વૃષભ મન હોય તો માળવે જવાય એ કહેવત સાર્થક કરવા પુરુષાર્થ જરૃરી ગણજો. નાણાભીડ. પ્રવાસની તક.

મિથુન આપની કેટલીક અગત્યની કામગીરીઓને આગળ ધપાવવાનો માર્ગ ખૂલે. સ્વજનથી મનમેળ રાખજો. આરોગ્ય સુધરતું જણાય. કર્ક આપના તણાવભર્યા સંજોગોમાંથી બહાર આવી શકશો. મિત્ર ઉપયોગી બને. નાણાકીય ચિંતા હલ થાય.

સિંહ વિશ્વાસે રહેવાથી કામ અટકતું જણાય. સ્વજનથી મતભેદ ન સર્જાય તે જોજો. પ્રવાસ ફળે. ચિંતા ટળે. કન્યા નસીબના ભરોસે રહેશો તો નિરાશા જોવી પડે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જશો. લાભ અટકતો જણાય.

તુલા મૂંઝવણોનો ઉકેલ ત્વરિત ન આવે તોય પ્રયત્નો ચાલુ રાખજો. લાંબા ગાળે જરૃર ઉકેલ મળે. ગૃહજીવનના કામ બને. ખર્ચ જણાય. વૃશ્ચિક મહત્વની કામગીરીઓ અંગે અંતરાય જણાય. કૌટુંબિક સમસ્યાનો અનુભવ ક્ષણિક રહે. પ્રવાસની તક.

ધન આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. ઉતાવળા ન થવા સલાહ. તબિયત અંગેની ચિંતા દૂર થાય. મકર અગત્યના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. તત્કાળ લાભ લેવા ન જશો. મિત્રવર્તુળ ઉપયોગી બને. કુંભ ધાર્યા કામમાં વિલંબ છતાં લાભની આશા રહે. ગૃહવિવાદ ટાળજો. ખર્ચ રહે. મીન આપના મૂંઝવતા પ્રશ્નો હલ કરવામાં પ્રિયજનથી મદદ રહે. નાણાભીડનો અનુભવ. આરોગ્ય જળવાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.