માગશર વદ પાંચમને સોમવાર ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ કેવો રહેશે તમારા માટે જાણો, Video

વિક્રમ સંવત 2076, માગશર વદ પાંચમ, સોમવાર સૂર્ય મૂળ નક્ષત્ર-ધનુ રાશિમાં પ્રવેશ, ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ મેષ આપના સંપત્તિ યા વ્યવસાયિક કાર્યો અંગે અગત્યની તક-મદદ આવી મળે. ચિંતાનો ભાર ઊતરતો લાગે. ખર્ચ વધતો જણાય.

વૃષભ પ્રવૃત્તિમય અને વ્યસ્તતા જણાય. નિરાંત દૂર ઠેલાય. બાજી ફરી જતી દેખાય. નાણાભીડ. મિથુન મહત્વની બાબતો અંગે યોગ્ય નિર્ણય લઈ શકશો. પ્રવાસ અંગે વિઘ્ન જણાય. તબિયત ચિંતા દૂર થાય. કર્ક લાભ લઈ લેવાની ઉતાવળ કરવા જતાં લાભ દૂર ઠેલાતો જણાય. માટે ધીરજ-શાંતિ જરૃરી. ગૃહવિવાદ ટાળજો. અકસ્માતથી સાવધાની રાખજો.

સિંહ ‘મનુષ્ય યત્ન ઈશ્વરેચ્છા’ એ સૂત્ર ખ્યાલમાં હશે તો નિરાશા નહીં ટકે. પ્રિયજનથી મતભેદ દૂર થાય. પ્રવાસ ફળે. કન્યા વ્યસ્તતા-વ્યર્થતા અને વ્યયનો અનુભવ થતો જણાય. કૌટુંબિક કામ બને. સ્નેહી-મિત્રથી મિલન-સહકાર જણાય. તુલા સમસ્યાઓનો અંત એકદમ ભલે ન આવી શકે, પરંતુ ઉકેલ તો જરૃર જણાય. પ્રવાસ. સામાજિક પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક અગત્યની કામગીરી અંગેની તક સર્જાય. આર્થિક પ્રશ્ન હલ થતો લાગે. મન દુભાતું જણાય. ધન સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરીને આગળ વધી શકશો. મિલન-મુલાકાત. વિવાદ અટકાવજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.