મહામારી વિરૂદ્ધ એક યુવા ઝુંબેશનો કરવામાં આવ્યો પ્રારંભ,આ ઝુંબેશનો શુભારંભ કરાવતાં રાજ્યપાલે, જણાવ્યું હતું કે….

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવા સ્વયંસેવકોને કોરોના મહામારી સામેના જંગમાં સહયોગ આપવા પ્રેરિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામેના જંગને જીતવા પ્રત્યેક વ્યક્તિએ યોદ્ધા બનવું પડશે જેમાં યુવાનોની ભૂમિકા મહત્ત્વરૂપ સાબિત થશે.

મહામારી વિરૂદ્ધ એક યુવા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ઝુંબેશનો શુભારંભ કરાવતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી જે જગ્યાએ યુવા સ્વયંસેવકોની જરૂર હોય ત્યાં તેમની સેવા આપી શકાય. જેથી દિવસ-રાત કામ કરી રહેલા અન્ય કોરોના વોરિયર્સનો કાર્યબોજ હળવો કરી શકાય અને કાર્યક્ષમતા વધારી શકાય

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના સંક્રમણના કપરાકાળમાં સામાજિક વ્યવહારમાં બદલવા માટે યુવાનોને કાર્યરત થવા અપીલ કરી હતી અને કોરોના સામે ઉચિત વ્યવહાર માટે લોકોને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે રસીકરણ ઝુંબેશમાં લોકજાગૃતિ માટે યુવાન સ્વયંસેવકોને હાકલ કરી હતી

જયારે એનસીસીના મેજર જનરલ અરવિંદ કપૂરે એનસીસી કેડેટ્સ દ્વારા કોરોના સંક્રમણ સામે લોકજાગૃતિ માટે થઇ રહેલાં કાર્યોની માહિતી આપી આ ઝુંબેશમાં સહયોગી થવા ખાતરી આપી હતી. આ જ રીતે સ્ટેટ એન એસ એસ ઓફિસર બી. એમ. નિનામાએ એન.એસ.એસ.ના સ્વયંસેવકો કોરોના સામેની આ ઝુંબેશમાં જોડાશે તેમ જણાવ્યું હતું. યુનિસેફના ગુજરાતના અધ્યક્ષા ડૉ. લક્ષ્મી ભવાનીએ યુનિસેફના સહયોગની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના ઉપાધ્યક્ષ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મહામારીમાં લોકોની સેવા-સુશ્રુષાનો અવસર મળ્યો છે ત્યારે વિવિધ સંગઠનોના યુવા સ્વયંસેવીઓને લોકોની સેવા અને જાગૃતિ માટે પ્રેરિત કરાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.