દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાંથી દેશના 5થી વધારે રાજ્યો એવા છે જ્યાં મંગળવારે એક દિવસમાં રેકોર્ડ સંખ્યાના મામલામાં વધારો થયો છે.
ઉત્તર પ્રદેશમાં મંગળવારના રિકોર્ડ 18 મામલા સામે આવ્યા છે. રાજ્યોમાં કોરોનાથી 85 મોત સત્તાવાર આંકડામાં દર્શાવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યામાં 7 લાખને પાર થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 9309 મોત થયા છે. આજે લખનૌમાં સૌથી વધારે મામલા 5382 સામે આવ્યા છે.
ગુજરાતમાં આજે 6690 મામલા સામે આવી છે. આ અત્યાર સુધીના એક દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. રાજ્યમાં કુલ સંક્રમિતની સંખ્યા 360206 થઈ ચૂકી છે
મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોર્ટ બન્યુ છે. સોમવારે કેસમાં થોડોક ઘટાડો થયા બાદ મંગળવારે એક દિવસમાં ફરી 60 હજારથી વધારે મામલા સામે આવ્યા છે. રાજ્ય સરકારે આજ રાતથી 15 દિવસના કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે.
મધ્ય પ્રદેશમાં મંગળવારે રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે. રાજ્યમાં આજે 8998 મામલા સામે આવ્યા છે. કુલ 40 લોકોના મોતની સાથે કુલ મોતનો આંકડો 4261 થઈ ચૂક્યો છે. આ વખતે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 43539 છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે 13 હજારથી વધારે મામલા સામે આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ચિંતાજનક સ્પીડ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ બેઠકમાં ભાગ લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.