મહારાષ્ટ્ના મુખ્યપ્રધાન શિંદેની ખુલ્લી ચેલેન્જ,મારો એકપણ ધારાસભ્ય હારશે તો રાજનીતિ છોડી દઇશ..

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના બળવાખોર શિવસેના ધારાસભ્યોને ચૂંટણી લડવા માટે આપેલા પડકાર પર વળતો પ્રહાર કર્યો છે. શિંદેએ એક મોટી જાહેરાત કરી કે જો તેમને ટેકો આપનાર શિવસેનાના 40 ધારાસભ્યોમાંથી એક પણ આગામી ચૂંટણીમાં હારી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે અને શિંદેએ ઉદ્ધવ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે શું ખોટું થયું છે તેનું આત્મનિરીક્ષણ કરવાને બદલે તેઓ અમને અને અમારા ધારાસભ્યોને ‘દેશદ્રોહી’ કહેતા રહ્યા.

મળતા મીડિયા રિપોર્ટ્સ મુજબ સીએમ શિંદેએ મુંબઈમાં એક કાર્યક્રમમાં કહ્યું, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બળવાખોર ધારાસભ્ય ચૂંટણી જીતશે નહીં. હું તેમને કહેવા માંગુ છું કે ‘અગાઉના બળવા અલગ હતા. ત્યારે પરિસ્થિતિ જુદી હતી. હવે જે થયું તે બળવો નથી. હું કહું છું કે કોઈપણ ધારાસભ્ય ચૂંટણી હારશે નહીં. હું આની જવાબદારી લઉં છું. જો તેમાંથી કોઈ હારશે તો હું રાજકારણ છોડી દઈશ અને પ્રભાદેવીમાં બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટના સન્માન કાર્યક્રમમાં બોલતા સીએમ શિંદેએ એમ પણ કહ્યું કે તેઓ કોણ છે જે નક્કી કરશે કે કોણ જીતશે અને કોણ હારશે? તે જનતાએ નક્કી કરવાનું છે. મતદારોએ કરવાનું છે.

ઉદ્ધવ ઠાકરેએ અગાઉ કહ્યું હતું કે શિવસેના સામે બળવો કરનાર કોઈપણ ધારાસભ્ય ચૂંટણી લડશે તો તે જીતી શકશે નહીં. એકનાથ શિંદેએ વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કર્યા પછી પણ કહ્યું હતું કે તેઓ ખાતરી કરશે કે તેમના તમામ ધારાસભ્યો ચૂંટણી જીતે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ અને તેમની ટીમ મળીને 200 બેઠકો લાવશે અને જો આમ નહીં થાય તો હું ખેતરોમાં કામ કરવા જતો રહીશ.

સંજય બાદ સીએમ શિંદેએ પણ ધારાસભ્ય અબ્દુલ સત્તારના રિસેપ્શનમાં ઉદ્ધવનું નામ લીધા વિના ઉદ્ધવ પર નિશાન સાધ્યું હતું અને શિંદેએ કહ્યું કે તેણે શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેના જીવન પર એક ફિલ્મ બનાવી છે, જે લોકોને પસંદ પણ આવી છે. પરંતુ કેટલાક લોકો તેને પચાવી ન શક્યા અને તેના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. પણ કોને પસંદ છે, કોને નથી તેની મને પરવા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.