મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ધાર્મિક સ્થળો પર પોલીસની મંજૂરી વગર ક્યાંય પણ લાઉડસ્પિકર લગાવી શકાશે નહીં

મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પિકરને લઈને 3 મે સુધીમાં હટાવાની રાજ ઠાકરેની ધમકીની વચ્ચે હવે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે.અને વિભાગે કોઈ પણ ધાર્મિક સ્થળ પર મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવવા પર રોક લગાવી દીધી છે. એટલે કે હવે લાઉડસ્પિકર લગાવવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના ડીજીપી સાથે એક બેઠક પણ કરશે. જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તો બીજી તરફ નાશિક પોલીસ કમિશ્નરે આદેશ આપ્યો છે કે, 3 મે સુધી તમામ ધાર્મિક જગ્યા પર લાઉડસ્પિકર લગાવાની મંજૂરી લેવામાં આવે.અને જો કોઈએ મંજૂરી વગર લાઉડસ્પિકર લગાવ્યા તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

હાલના દિવસમાં જ રાજ ઠાકરેએ મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પિકર હટાવવા માટેનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, નમાઝ માટે રસ્તા અને ફુટપાથ શા માટે જોઈએ ? ઘરે નમાજ અદા કરો. પ્રાર્થના આપની છે, અમે શા માટે સાંભળીએ. જો તેમને અમારી વાત સમજમાં નથી આવતી, તો આપની મસ્જિદ સામે અમે હનુમાન ચાલીશા વગાડીશું. અને રાજ્ય સરકારને અમે કહેવા માગીએ છીએ કે, અમે આ મુદ્દે પાછીપાની નહીં કરીએ. આપને જે કરવું હોય તે કરી લો. તેમણે એવું પણ કહ્યું કે, એવુ ક્યા ધર્મમાં છે, જે બીજા ધર્મને તકલીફ આપે છે.

અમે ગૃહવિભાગને કહેવા માગીએ છીએ કે, અમારે રમખાણો નથી જોઈતા. ત્રણ મે સુધી તમામ લાઉડ સ્પિકર હટી જવા જોઈએ. અમારી તરફથી કોઈ તકલીફ નહીં થાય. ત્યાર બાદ રાજ ઠાકરેએ રવિવારે નિવેદન આપ્યું હતું કે, દેશભરના તમામ હિન્દુઓને મારી વિનંતી છે કે, તેઓ તૈયાર રહે. અને જો 3 મે સુધી મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પિકર નહીં હટે, તો જેવા સાથે તેવા થઈશું. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કોઈ પણ કિંમતે થવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.