મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનના ભણકારા,મહારાષ્ટ્રમાં કોરોનાની વચ્ચે બ્લડનું સંકટ

મહારારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં 43,183 નવા કોરોનાના કેસ  નોંધાયા છે. મુંબઇમાં ગુરુવારે 8846 નવા કેસ આવ્યા હતા. રાજ્યમાં 249 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે મુંબઈમાં 18 લોકોના મોત થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 28 લાખ 56 હજાર 163 થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં 24 લાખ 33 હજાર 368 સાજા થયા છે. 3,66,533 એક્ટિવ સક્રિય દર્દીઓ છે. અત્યાર સુધીમાં 54,898 લોકોનાં મોત થયાં છે. તેવામાં ઉદ્ધવ ઠાકરે કોરોનાને રોકવા માટે કડક પગલા ભરી શકે છે. રાજ્યમાં થોડાક દિવસો માટે ટોટલ લોકડાઉનનું એલાન કરી શકે છે

તેની વચ્ચે રાજ્યમાં લોહીની અછતનું સંકટ પર તોડાઈ રહ્યું છે. બ્લડ બેંકમાં હવે 7થી 8 દિવસ માટેનું જ લોહી બચ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  જેને પગલે સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને બ્લડ ડોનેશન માટે અપીલ કરી છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે 2790 નવા કેસ આવ્યા છે. ત્યારે 9 લોકોના મોત થયા છે.  દિલ્હીમાં કુલ કેસ 6,65,220 થઈ ગયા છે. તો અત્યાર સુધીમાં 11, 036 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા કેજરીવાલ સરકાર એક્શન મૂડમાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે સાંજે 4 વાગે પોતાના નિવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે.

હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુંસાર 1 એપ્રિલ રાતે 8 વાગ્યા સુધી દેશ ભરમાં કુલ 6. 75 કરોડ લોકોએ રસી લઈ લીધી છે. જેમાં 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 4 કરોડ 1 લાખ 6 હજાર 304 લોકો સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી 88 લાખ 48 હજાર 558 હેલથ વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 52 લાખ 63 હજાર 108 હેલ્થ વર્કર્સ બીજો ડોઝ લઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.