મહારાષ્ટ્ર / શિવસેનાએ સામનામાં લખ્યું- ચૂંટણી પરિણામ સત્તાધારકોને મળેલો બોધપાઠ- હવે દાદાગીરી નહીં ચાલે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો આવી ગયા છે. શિવસેના-ભાજપ ગઠબંધન ફરી એક વાર રાજ્યમાં સત્તા પર કબજો કરવાના છે. જનતાના નિર્ણય વિશે શિવસેનાએ શુક્રવારે પાર્ટી મુખપત્ર સામનામાં તંત્રી લેખ લખ્યો છે. તે લેખ પ્રમાણે આ પરિણામ સત્તાધીશોને મળેલો બોધપાઠ છે. હવે સત્તાની દાદાગીરી નહીં ચાલે. ગુરુવારે રાજ્યની 288 વિધાનસભા સીટમાંથી ભાજપ-શિવસેના ગઠબંધનને 161 સીટો મળી છે. તેમને 24 સીટોનું નુકસાન થયું છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધને 16 સીટોના ફાયદાની સાથે 99 સીટ મેળવી લીધી છે.

ભાવનાઓની છાતી પર પગ મુકીને શાસન ન થાય

મહારાષ્ટ્રમાં 2014ની સરખામણીએ ઘણાં અલગ પરિણામ આવ્યા છે. 2014માં ગઠબંધન નહતું. 2019માં ગઠબંધન છતા સીટોમાં ઘટાડો થયો છે. બહુમત મળી છે પરંતુ કોંગ્રેસ-એનસીપીએ મળીને 100 સીટો મેળવી લીધી છે. એક મજબૂત વિરોધી પક્ષ તરીકે તેમને જવાબદારી મળી છે. આ એક રીતે સત્તાધારીઓને રબક છે. ડર, દાદાગીરી અને સત્તાની મસ્તથી પ્રભાવિત ન થઈને જનતાએ જે મતદાન કર્યું છે તે માટે તેમને અભિનંદન.

સંસદીય લોકતંત્રમાં આંકડાઓની ગેમ ચાલ્યા કરે છે. ગઠબંધનનો આંકડો સ્પષ્ટ બહુમતીનો છે. ભાજપે એનસીપીમાં એવી તીરાડ પાડી હતી કે પવારની પાર્ટીમાં કઈ વધે જ નહીં, એવુ વાતાવરણ થઈ ગયું હતું. પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી મોટી છલાંગ એનસીપીએ લગાવી અને 50નો આંકડો પાર કરી દીધો છે. ભાજપ 122માંથી 102 પર આવી ગઈ છે.

ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે અને અમે મહારાષ્ટ્ર માટે સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ. કોણ હાર્યું અને કોણ જીત્યું તે વિશે પછી મંથન કરવામાં આવશે. મહારાષ્ટ્રની ભાવનાઓને કચડીને આગળ ન વધી શકાય અને મરાઠી ભાવનાઓની છાતી પર પગ મુકીને કોઈ શાસન નહી કરી શકે. પોતાની વાત પર અટલ રહેનાર ‘રાજા’ તરીકે છત્રપતિ શિવાજીની ખ્યાતી હતી. આ રાજ્ય તેમની પ્રેરણાથી જ ચાલશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.