Ganesh Chaturthi 2024: પાટણમાં (Patan) 144મા ગણેશ ઉત્સવનું (Ganesh Chaturthi 2024) આયોજન ગજાનન મંડળ(Ganesh Wadi Patan) નામના સમૂહ દ્વારા ગણેશવાડી નામના વિશિષ્ટ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. પાટણ અને સમગ્ર જિલ્લામાં લોકો આ તહેવારની ઉજવણી માટે સજ્જ થઈ રહ્યા છે. પાટણમાં ગણેશ ઉત્સવ લાંબા સમયથી ઉજવવામાં આવે છે – 1878 થી, જ્યારે પ્રથમ મહારાષ્ટ્રીયન પરિવારે ગજાનન મંડળની મદદથી તેની શરૂઆત કરી હતી.
શહેરના ભદ્ર વિસ્તારમાં રામજી મંદિર ની સામે આવેલી મરાઠી સ્કુલમાં પહેલાં ત્રણ ચાર વર્ષ સુધી ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં રામજી મંદિર ખાતે તથા પછી કૃષ્ણ મંદિર ખાતે સાવૅજનિક ગણેશ ઉત્સવ માટીમાંથી તૈયાર કરવામાં આવેલ ગણેશજીની સ્થાપના કરી ઉજવણી કરવામાં આવતી હતી. અંતે ગજાનન મંડળને ભદ્વ વિસ્તારમાં જ પોતાની જગ્યા મળતા ગણેશવાડી ની સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી ગણેશ વાડી ખાતે સાવૅજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
સાવજનિક ગણેશ ઉત્સવ માનવાનું મૂળ ઉદ્દેશ એ પરિવારના સૌ સભ્યો એક જ જગ્યાએ ઉપસ્થિત રહી પરિવારની ભાવનાને ઉજાગર કરે તેનાથી આ ઉત્સવ શરૂ થયો. ગણેશજીએ પોતાની માતા થી રિસાઈ ને ઘર છોડીને જતાં રહેલા ત્યારે લોકો આનંદિત થઈ તેઓને આવકાર કરતા હતા. આ ઉત્સવ મહારાષ્ટ્રમાં ખાસ કરીને પરિવારોમાં ગણેશ ચતુર્થીના દિવસે મનાવવામાં આવે છે અને કેટલાક પરિવારો ગૌરીજીની સ્થાપના પણ કરતા હોય છે.
.ગણેશ ઉત્સવ દોઢ દિવસ કે ત્રણ દિવસ કે પછી પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં ૧૪૪ વષૅ પૂર્વ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ ગણેશ ઉત્સવ આજની તારીખે પણ ભદ્ર ખાતે ની ગણેશ વાડી માં પાટણ શહેરના નગરજનો નાં સુદર સાથ સહકારથી ગણેશ ચતુર્થી નાં પાવન દિવસ થી ઉજવવામાં આવી રહ્યો છે.
વર્ષો પહેલા 500 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો પાટણમાં આવ્યા
ગુજરાતના લોકોને આશ્ચર્યજનક વાત સંભળશે કે, ગણેશ મહોત્સવ ગુજરાતના ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં પહેલી વાર શરૂ થયો હતો, ન કે મહારાષ્ટ્રમાં. પાટણમાં આવેલા 500 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારોએ ઇ.સ.1878માં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન લોકમાન્ય તીલકે સમાજમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે 1892માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. આ ઉત્સવનું આઝાદીની ચળવળ માટે ખુબજ યોગદાન રહ્યું હતું.
પાટણ શહેર માં ગજાનન મંડળ દ્વારા યોજાયેલા સાવૅજનિક ગણેશ ઉત્સવની માહિતી મહારાષ્ટ્રીયન પરિવારના અગ્રણી સુનિલ પાગેદારે જણાવ્યું હતું કે સમગ્ર ભારતભરમાં સૌ પ્રથમ સાવૅજનિક ગણેશ ઉત્સવની ઉજવણી ગાયકવાડ શાસનમાં વષૅ 1877-78માં લોકશાહી પધ્ધતિથી થઇ હતી. આ ઉત્સવનો ઈતિહાસ પણ ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોષી દ્વારા બુક સ્વરૂપે પ્રકાશિત કર્યો હતો.
આજના સમયમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાનું ચલણ વધ્યું છે, ત્યારે પાટણ શહેરમાં 1878 થી સાવૅજનિક ગણેશ ઉત્સવની શરૂઆતનાં દિવસોમાં બાપુરામ દેવધર અને ત્યારબાદ કૃષણરાવ પાગેદાર દ્વારા માટી માંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી પાટણની ગણેશ વાડીમાં સ્થાપના કરવામાં આવે છે. અનંત ચતુર્દશીની મધ્યરાત્રિએ ગણેશજીની પ્રતિમાનું ઉત્થાપન કરી, ગણેશજીની પુજા અર્ચના સાથે વાજતે ગાજતે તેનું વિસર્જન કરવામાં આવે છે. તેથી ગણેશજીની મૂર્તિ વિસર્જન સમયે થોડી માટી લઈને આવતાં વષૅ માટેની મૂર્તિ માટે રાખવામાં આવતી હોવાની પરંપરા છેલ્લા 144 વષૅ થી નિભાવવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રીયન પરિવારો આનંદ અને ગર્વથી અનુભૂતિ કરે છે
આ ઉત્સવ પાટણની સાથે દેશભરમાં શરૂ થઈ ગયો છે અને આજે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થયો છે. મહારાષ્ટ્રીયન પરિવારો ખુબજ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ગજાનન વાડી ખાતે ગણેશ ઉત્સવની વિધિપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. કોરોના મહામારી પછી પ્રાર્થના કરવામાં આવી હતી કે તે દૂર થાય. પાટણમાં શ્રી ગજાનંદ મંડળી દ્વારા 144માં ગણેશ ઉત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.