મહારાષ્ટ્રની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રોજના ડરાવના આંકડા સામે આવી રહ્યા છે. રાજ્યોમાં બુધવારે કોરોનાના 58, 952 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 278 દર્દીઓના મોત થયા છે. સંક્રમણની અનિયંત્રિત રફ્તાર ઓછી કરવા માટે રાજ્યમાં બુધવારે રાતે 8 વાગે સખત કર્ફ્યૂ લાગૂ કર્યુ છે .
રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મીની લોકડાઉન રહેશે. ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાતે સોશિયલ મીડિયાના માધ્યમંથી રાજ્યની જનતાને સંબોધનમાં જાહેરાત કરી હતી કે લોકોની આવનજાવન અને બિન જરુરી સેવાઓ પર પ્રતિબંધ લગાવશે.
આનો મતલબ રાજ્યમાં 5થી વઘારે લોકો સાર્વજનિક સ્થાનો પર ભેગા ન થઈ શકે. ત્યારે 5 અથવા આનાથી વધારે લોકોના એક સાથે પ્રવાસ પર પ્રતિબંધ છે. સાર્વજનિક સ્થાનો પર માસ્ત વગર નિકળવાર પર પ્રતિબંધ છે. જોકે સરકારી જરીર સેવાઓ ચાલૂ રહેશે.
- મહારાષ્ટ્ર સરકારે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, કોરોના રસીકરણ, ઓક્સીઝનના પ્રોડક્શન, તમામ બેંક તથા નાણા સેવાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને તેની સાથે જોડાયેલી ઓફિસો ખુલ્લી રહેશે.
- જરુરી સેવાઓને છોડીને રાજ્યમાં બધુ જ બંધ રહેશે. લોકલ બસો સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટના તમામ સાધનો ખુલ્લા રહેશે.
- ઈ કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. બેંકોમાં કામકાજ ચાલુ રહેશે. હોટલ ટેક અવે અને હોમ ડિલીવરી આપશે
- જે કન્ટ્રક્શન સાઈટો પર કામગારોના રહેવાની વ્યવસ્થા કરવાની રહેશે ત્યાનું કામ ચાલૂ રહેશે.
- વીમા ઓફિસ અને પ્રી મોનસૂન વર્ક ચાલૂ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.