ગુજરાતને વધારે વેક્સિન અપાઈ રહી હોવાનો આરોપ,મહારાષ્ટ્રમાં જ છે કોરોના વાયરસના સૌથી વધારે કેસ

ભારત સરકાર દ્વારા વધુમાં વધુ વેક્સિન કરવા માટેના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યાં વેક્સિન કયા રાજ્યમાં કેટલી આપવી તે મુદ્દે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગઈ છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે વેક્સિન આપવામાં તેમના સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર જરૂરિયાત કરતાં ઓછા ડોઝ આપી રહ્યા છે. જ્યારે ગુજરાત અને યુપી જેવા રાજ્યમાં મહારાષ્ટ્ર કરતાં પણ વધારે વેક્સિન આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે ગુજરાતની વસ્તી તો મહારાષ્ટ્ર કરતાં અડધી છે, છતાં ગુજરાતને વધારે વેક્સિન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રને અત્યારે માત્ર 7.5 લાખ વેક્સિન ડોઝ આપવામાં આવી રહ્યા છે.

પૂણેમાં 100થી વધારે વેક્સિનેશન સેન્ટર પર કામ ઠપ થઈ ગયું છે કારણ કે ત્યાં ડોઝ ઉપલબ્ધ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.