આજથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે.જરૂરી સેવાઓ છોડી તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 15 દિવસ સુધી ફક્ત જરૂરી સેવાઓ ચાલું રહેશે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન
ઑટો-ટેક્સીની સેવાઓ પણ ચાલું રહેશે. બેંકના કામકાજ પણ ચાલું રહેશે.તો સીએમ ઉદ્ધવ ઠાકરેએ સાડા પાંચ હજાર કરોડના આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
આગામી 15 દિવસ સુધી, સમગ્ર રાજ્યમાં બિનજરૂરી ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિને જરૂરી કામ કરવામાં આવે ત્યારે જ ઘર છોડવું.
– ઈ-કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. હોટલ ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રહેશે.
ઈ-કોમર્સ અને મીડિયા ચાલુ રહેશે
– હોટેલ અને રેસ્ટોરન્ટ હોમ ડિલીવરી અને ટેક-અવે માટે ખુલ્લી રહેશે.
– બેન્કિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
– 3300 કરોડની રકમ કોવિડ સુવિધા માટે ફાળવાઈ છે.
સવારે 7થી રાત્રે 8 સુધી જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે. પરંતુ આ તમામ સેવાઓ જરૂરી કામકાજ માટે જ રહેશે. દરેક ઓફિસો અને સંસ્થાનો 15 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ કરવાની રહેશે.
મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત. રિક્ષાવાળાઓને પણ 1500 રૂપિયાની મદદ અપાશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ 2000 રૂપિયાની આર્થિક મદદ કરાશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે. 5500 કરોડ આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.