બાળકોમાં નવા મ્યૂટેશનની વધારે દેખાઈ રહી છે અસર,મહારાષ્ટ્રમાં ડબલ મ્યૂટેશન હોઈ શકે છે કારણ

દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે મુંબઈમાં મહામારીના વધતા સંક્રમણે ટેન્શન વધાર્યુ છે. ટેન્શનનું ખાસ કારણ બાળકોમાં નવા મ્યૂટેશનની વધારે અસર દેખાઈ રહી છે.

કોરોનાના દર્દીઓની સારવાર કરનારા ડોક્ટરોનું કહેવું છે કે બીજી લહેર દરમિયાન અલગ પ્રકારનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. જેમાં બાળકો વધારે પ્રભાવિત થઈ રહ્યા છે.

ડોક્ટર બકુલ પરિખનું કહેવું છે કે તેમની હોસ્પિટલમાં 1થી 7 વર્ષની વચ્ચેના 6 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 3ને તાવ અને પેટની બિમારી સાથે જોડાયેલા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે બાકીને તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ડો. બકુલ પારિખનું કહેવું છે કે વાયરસના નવા મ્યુટેશન બાળકોને વધારે સમય સુધી અસર કરી રહ્યા છે.

બીએમસીએ જણાવ્યું કે નવા મામલા બાદ  રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,82, 760 અને મૃતકોની સંખ્યા 11 851 થઈ છે. સતત બીજા દિવસે 10 હજાર મામલા સામે આવ્યા છે.

આ મહિનામાં આ ત્રીજી વાર છે કે મામલા 10 હજારને પાર પહોંચ્યા હોય. મુંબઈમાં સાજા થનારનો દર ઘટીને 80 ટકા થઈ ગયો હોય. જ્યારે સંક્રમિતોના કુલ દર વધીને 1.91 ટકા થઈ ગયો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.