મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની તૈયારી,લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની મહામારીની સ્પીડને અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે.

હકિકતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સની સાથે કોરોનાની સ્થિતિ પર બેઠક કરી. જેમાં મુખ્યમંત્રીના અધિકારીઓને લોકડાઉન જેવા પ્રતિબંધોની રુપરેખા તૈયાર કરવાનું કહી રહ્યા છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેના આ પ્લાન પર એનસીપીએ સખત વાંધો ઉઠાવ્યો છે.

આના પર  મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકનું કહેવું છે કે અમે લોકડાઉન જેવા જોખમો ઉઠાવવાની સ્થિતિમાં નથી. અમે સીએમ વધું વિકલ્પ પર વિચાર કરવા માટે કહ્યું છે. મહામારીના વધતા મામલા પર તેમણે અધિકારીઓને લોકડાઉનની તૈયારી કરવા કહ્યું છે. જો કે આનો એ મતલબ નથી કે લોકડાઉનનો નિર્ણય ટાળી નહીં શકાય

તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. કેમ કે લોકો ગંભીરતાથી ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા.

કોરોનાની સ્થિતિને લઇને વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓ અને કોવિડ 19 ટાસ્ક ફોર્સની સાથે એક બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ તેમને લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રહેવાને લઈને નિર્દેશ આપ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.