મહારાષ્ટ્રમાં લોકડાઉનની ચર્ચા ચાલી રહી છે ત્યારે સેન્ટ્રલ રેલવેએ મુંબઈ, પૂણે, સોલાપુરથી ઉત્તર ભારતના શહેરો સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
સેન્ટ્રલ રેલવે દ્વારા જારી એક નિવેદનમાં કહેવાયું કે પ્રવાસીઓએ ડરવાની કોઈ જરુર નથી.જો જરુર પડશે તો બીજી પણ કેટલીક ટ્રેનો દોડાવવામાં આવશે.
7 એપ્રિલથી અત્યાર સુધી 25 સ્પેશિયલ ટ્રેનો ઉત્તર ભારતીય શહેરો માટે શરુ થઈ છે. આ શહેરો માટે ટ્રેનોની માંગ ઘણી વધારે છે. માંગ વધવા પર ડુપ્લીકેટ ટ્રેનો પણ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે ગોરખપુર માટે એક ખાસ ટ્રેન દોડાવાઈ હતી. તમામ ટ્રેનો લગભગ ફૂલ થઈ ચૂકી છે.
રાજ્યમાં લોકડાઉનની ચર્ચા ચાલી રહી છે તેની વચ્ચે મુંબઈમાંથી બહાર જનારી રેલગાડીઓમાં ભીડ વધી ગઈ છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી રેલગાડીઓમાં ઘણી ભીડ છે. રેલગાડીઓમાં ભીડ ગરમીની સિઝનને કારણે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.