કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં પણ,બ્લેક ફંગસના કેસોમાં થઈ રહ્યો છે વધારો

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં પણ બ્લેક ફંગસના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના બે હજારથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ‘મ્યૂકરમાઇકોસિસ’  એટલે કે બ્લેક ફંગસના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. સ્થિતિ એ છે કે રાજ્ય સરકારે આ માટે હોસ્પિટલોમાં અલગ વોર્ડ બનાવવાનું શરૂ કર્યું છે. ગંભીર બીમારીને ધ્યાનમાં રાખીને સરકારે તેની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાની 5000 શીશીઓ પણ ખરીદી છે.

મધ્ય પ્રદેશમાં પણ બ્લેક ફંગસે દસ્તક આપી છે. બ્લેક ફંગસના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજ્યમાં 50 થી વધુ કેસ નોંધાયા છે.

હૈદરાબાદમાં બ્લેક ફંગસના લગભગ 60 કેસ નોંધાયા છે. ચિંતાની બાબત એ છે કે આમાંથી લગભગ 50 કેસ જ્યુબિલી હિલ્સની એપોલો હોસ્પિટલમાં એક મહિનાની અંદર નોંધાયા છે.

બેંગલુરુમાં પણ પરિસ્થિતિ સામાન્ય દેખાઈ રહી નથી. બેંગલુરુની ટ્રસ્ટ વેલ હોસ્પિટલે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયાથી અહીં બ્લેક ફંગસના 38 કેસ નોંધાયા છે.

તે ઝાયગોમિકોસિસ તરીકે પણ ઓળખાય છે. સીડીસી, એટલે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તે એક દુર્લભ પરંતુ ખતરનાક ફંગલ ઇન્ફેક્શન છે જે મોલ્ડ અથવા ફૂગના સમૂહને કારણે થાય છે, જેને મ્યુકરમાઇસેટ્સ કહેવામાં આવે છે. આ ફૂગ વાતાવરણમાં કુદરતી રીતે જોવા મળે છે. તે ત્યારે જ માનવો પર હુમલો કરે છે જ્યારે આપણી પ્રતિરક્ષા નબળી પડે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.