મહારાષ્ટ્રમાં પ્રતિબંધો લાગૂ કરાયા,ગુજરાતમાં પણ કોરોનાની અસર, પ્રતિબંધો લાગૂ

કેટલાક જિલ્લાઓમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે અને ગુરૂવાર સવારે પાલઘર જિલ્લામાં આગામી આદેશ સુધી તમામ શાળા, કોલેજ, હોસ્ટેલ બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે. બુધવારે રાજ્યમાં 23,179 તાજા કોરોના વાયરસના કેસ અને મોત થયા છે.

નંદોરમાં એક આશ્રમ શાળાના શિક્ષક સહિત 30 લોકોનો કોરોનાપોઝિટિવ આવ્યો છે જ્યારબાદ શાળાની હૉસ્ટેલ સીલ કરી દેવાયા છે

કોરોના ગાઇડલાઇન્સમાં ઢીલ આપવાના કારણે ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકાર લોકોને ચેતવણી આપી ચૂકી છે કે જો કોરોના નિયમોન પાલન ન થયું તો સરકાર લૉકડાઉન લગાવવા પર મજબૂર થઇ જશે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે એલાન કર્યું કે આજે એટલે ગુરૂવાર રાત્રીથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્ર 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હશે. આ પહેલા રાત્રી કર્ફ્યુની ટાઇમિંગ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી હતી. એટલે પંજાબે 9 જિલ્લા લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિબ, જાલંધર, શહિદ ભગતસિંહ નગર, રૂપનગર, કપૂરથલા અને હોશિયારપુરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં 2 કલાકનો સમય વધાર્યો છે.

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ચેતવણી ઉચ્ચાર્યા પછી વિવિધ રાજ્યોમાં હવે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે, આ શ્રેણીમાં ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ નાઈટ કારફયુનો સમય વધારી દેવામાં આવ્યો છે, અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ (BRTS અને AMTS) બંધ કરી દેવાઈ છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.