એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સ્થિર અને સુરક્ષિત છે.
કેરળમાં પત્રકારો સાથે વાતચીતમાં પ્રફુલ્લ પટેલે કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે મહાવિકાસ આઘાડીનું ગઠન શરદ પવારના કારણે જ થયું છે. રાજ્યમાં અનાવશ્યક ચીજ પર વાત કરવાનું કોઈ કારણ નથી.
જ્યાં સુધી સરકારનો સવાલ છે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સ્થિર અને સુરક્ષિત છે. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી લોકોના હીતમાં રાષ્ટ્રીય સ્તર પર પણ કામ કરતી રહેશે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ થઈ હતી. આ મુલાકાતના સમાચાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ તેજ થઈ ગયું હતું.
આ બધી અટકળો વચ્ચે રવિવારે જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું તેમની મુલાકાત શરદ પવાર સાથે થઈ તો તેમણે જવાબ આપ્યો હતો કે તમામ વાતો સાર્વજનિક ન કરવાની હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.