મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ રોજને રોજ ગંભીર થતી જઇ રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં નવા કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સ્થિતિ એવી બની ગઇ છે કે અમુક શહેરોમાં તો એક જ ચિતા પર ઘણાં લોકોનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર છે.
અંબાજોગાઇ તાલુકો હોટસ્પોટ બન્યો છે, જ્યાં પાછલા દિવસોમાં લગભગ 500 લોકો પોઝિટિવ સામે આવ્યા છે. અહીં કોરોનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
અસ્થાયી સ્મશાન ગૃહમાં જગ્યાની કિલ્લતના કારણે આવું પગલું લેવામાં આવ્યું. એક અધિકારીએ જણાવ્યું કે અંબાજોગઇ નગરના સ્મશાનગૃહોમાં આ લોકોનું અંતિમ સંસ્કારનું સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો
તાલુકાના નગર પરિષદ પ્રમુખ અશોક સાબલેએ જણાવ્યું, હાલમાં અમારી પાસે જે સ્મશાનગૃહ છે, ત્યાં સંબંધિત મૃતકોનું અંતિમ સંસ્કાર કરવા માટે સ્થાનીય લોકોએ વિરોધ કર્યો. માટે અમે નગરથી 2 કિમી દૂર માંડવા માર્દ પર એક અન્ય જગ્યા શોધી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.