કોરોના મહામારીનો ખતરો વધતાં મહારાષ્ટ્રના નાસિકમાં નોટોની છપાઈ રોકી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર્માં બ્રેક ધ ચેન મુહિમ અંતર્ગત આ પગલુ ભરવામાં આવ્યુ છે.
નાસિકની કરેંસી સિક્યોરિટી પ્રેસ અને ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં 30 એપ્રિલ સુધી કામ બંધ કરી દેવામાં આવ્યુ છે. આ બંને પ્રેસમાં ફક્ત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ કામ કરશે.
આપને જણાવી દઈએ કે, ભારતમાં સર્કુલેટ થતી લગભગ 40 ટકા નોટ નાસિકના કરેંસી પ્રેસમાં છપાય છે. આ બંને કંપનીમાં લગભગ 3000 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
ગત વર્ષે નાસિક પ્રેસને અમુક દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. કારણ કે, 40 ટકા સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો હતો. કરેંન્સી નોટ પ્રેસ, નાસિકમાં હાઈ ક્વોલિટી નોટ છાપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.