મહારાષ્ટ્રમાં એક દિવસમાં સામે આવ્યા 10, 216 નવા કેસ ,આ મૂળ સ્વરુપ પર કામ કરનારી એન્ટીબોર્ડીને કરી શકે બેઅસર

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક  જ દિવસમાં સૌથી વધારે રસીકરણનો રેકોર્ડ તુટ્યો છે. જો કે આવનારી મહામારીના આંકડા એ સાબિત કરે છે કે રસી આવ્યા બાદ લોકોમાં બેદરકારી વધી છે.

મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં સંક્રમણના મામલા વધવા લાગ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા છે.  જ્યારે આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. અહીં પોજિટિવિટી રેટ પણ 0.53 ટકા પહોંચી ગયો છે. રાજધાનીમાં હજું સુધી 6,40, 494 કેસ આવી ચૂક્યા છે

કોરોના વાયરસના નવા સ્વરુપ પર કરવામાં આવેલા અધ્યયન અનુસાર કોવિડ 19 એન્ટીબોર્ડી પર આધારિત ઔષધિયો અને અત્યાર સુધી વિકસિત રસી નવા સ્વરુપ પર ઓછી અસરકારક હોઈ શકે છે. કેમકે વાયરસનુ નવું સ્વરુપ બહું ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આ અધ્યયન ‘નેચર મેડિસિન’પત્રિકામાં પ્રકાશિત થયું છે.

અમેરિકાના સેન્ટ લુઈસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનથી રિસર્ચરો સહિત અનેક વૈજ્ઞાનિકોના અનુસાર ચીનના વુહાનથી આવેલા મુળ વાયરસની સરખામણીમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને બેઅસર કરવા માટે રસીકરણા સ્વાભાવિક સંક્રમણની બાદ બનેલા વધારે અધિક એન્ટીબોર્ડી અથવા દવાના રુપમાં ઉપયોગ કરવા તૈયાર કરવામાં આવેલા શુદ્ધ એન્ટીબોર્ડીની જરુર હોય છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા

જો કે મહારાષ્ટ્ર આ મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા છે.  જ્યારે આ દરમિયાન સંક્રમણથી 53 દર્દીઓના મોત થયા છે. જો કે 6467 લોકો આજે સ્વસ્થ થઈ ઘરે પાછા પણ ફર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.